SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ શંકરજયન્તી ત' એ શંકરાચાર્યને સિદ્ધાન્ત નથી. તે જ પ્રમાણે–આપણાં - શાસ્રાની ચાર આશ્રમની વ્યવસ્થા વખાણવાની આપણને પૂર્ણ છૂટ છે, પરંતુ જ્યારે શંકરાચાર્ય શું માને છે એ પ્રશ્ન હોય ત્યારે તે જેવું દેખાય તેવું જ કહેવું કે શાકમારા ગર' એક આશ્રમ પછી બીજે આશ્રમ, એમ ચારે આશ્રમ એક પછી એક સ્વીકારવા એ શંકરાચાર્યને સિદ્ધાન્ત નથી. “ચવદવ વિસ્ તફહરેવ ત્ર' “જે ઘડીએ વૈરાગ્ય થાય –ખરે વૈરાગ્ય થાય તે ઘડીએ જ સંન્યાસ લઈ ઘરમાંથી નીકળી પડવુ,' એ એમને સિદ્ધાન્ત છે. વર્ણની બાબતમાં જોઈએ તે એ દિને જ બ્રહ્મજ્ઞાનના અધિકારી માને છે. પરંતુ જેમ રામાનુજાચાર્યના પંથમાં પ્રપત્તિદ્વારા અને વલ્લભાચાર્યના પંથમાં પુષ્ટિધારા સર્વ વર્ણને પરમાત્માનાં દ્વાર ઊઘડે છે, તેમ શંકરાચાર્યના જીવનમાં મનીષાપંચકને પ્રસંગ પણ વર્ણભેદની પાર જઈ પરમાત્માની એકતા અનુભવવાને બોધ કરે છે. એક વખત શંકર ભગવાન નદીએ ન્હાઈને આવતા હતા. રસ્તામાં ઢેઢ મળ્યો–એને એમણે કહ્યું કે “ખસ, ખસ.' ત્યારે હેડે ઉત્તર દીધે "अन्नमयादन्नमयमथवा चैतन्यमेव चैतन्यात् । द्विजवर दुरीकर्तुं વાછસિ .િ જૂfe અતિ ” “=મહારાજ ! તમે મને ખસ ખસ કહે છે. પણ શું ખસેડે છે? એ તે વિચારે તમારે દેહ પંચમહાભૂતને છે તે મારે છે, અને આત્મા રૂપે પણ આપણે બંને એક જ છીએ પછી ખસવા ખસેડવાનું ક્યાં રહ્યું ?” “ વિડયં શ્વપડ્યોમિરચgિ માન વડળે વિમેઝઃ ” આ બ્રાહ્મણ અને આ ઢેડ એ કેટલી બધી મિથ્યા સમજણુ! હિન્દુ ધર્મશાસ્ત્રના અન્ય પ્રમાણથી આપને જણાય કે વર્ણાશ્રમવ્યવસ્થા સારી છે, તે તે એકદમ ત્યજી દે એમ ઉપદેશ ૪ કરવા હું ઊભું નથી પણ શંકરાચાર્યના સિદ્ધાન્તનો વિચાર ચાલતો હોય ત્યાં તે એ સિદ્ધાન્તનું મોં ક્યી દિશા તરફ છે એ જોઈને જેવું હોય તેવું બતાવવું પડે. ભાગવત કહે છે કે છેક પ્રાચીન કાળમાં માત્ર એક જ વર્ણ હતે. ઘણું ખરા પાશ્ચાત્ય વિદ્વાને “બાડચ મુદ્ધમાત’ આદિ વેદ સંહિતાનું દશમા મંડળનું વાક્ય સંહિતાના ઉત્તર કાળનું માને છે, પણ એમાં વર્ણવેલા ચારવર્ણ વધારે પ્રાચીન હશે એમ તે લાગે છે જ. કારણ કે એ વર્ણમાંના ત્રણ વર્ણને મળતા વર્ણવાચક શબ્દ છંદ અવસ્તામાં મળે છે. પરંતુ જ્યારે એ વાક્ય ચાર વર્ણના ભેદનું પ્રતિપાદન કરવા માટે ટાંકવામાં આવે ત્યારે એ ટાંકનારને એટલું સ્મરણ આપવું પડે કે એ વાવાળા સૂક્તમાં વિધિ નથી પણ માત્ર અનુવાદ છે. (વસ્તુસ્થિતિ જેવી
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy