SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ શંકરજયન્તી તે ધૂમ અને વહિ કરતાં ઘણે ગંભીર છે—અને એમાં સામાન્ય અનુમાનપદ્ધતિ નિશ્ચય ઊપજાવી શકતી નથી. આ રીતે વૈશેષિક અને ન્યાય દર્શને અસજોષકારક પ્રતીત થયાં. મનુષ્યબુદ્ધિએ થાકીને ફરી શ્રુતિનું રક્ષણ લીધું. પૂર્વમીમાંસાએ બ્રાહ્મણ(ગ્રન્થ)ને આશ્રય,ઉત્તરમીમાંસાએ ઉપનિષ કર્યો. બ્રાહ્મણની કર્મકાંડની વિગત પૂર્વમીમાંસાએ બરાબર ગોઠવી–પણ એ તત્વવિચારને જાળરૂપ—મુક્તિને પ્રતિકૂળ–દેખાઈ તેઓના આત્માને બ્રહ્મજ્ઞાનની તરસ લાગી હતી, તે તરશ ઉત્તરમીમાંસાએ છીપાવી. આમ ઉત્તરમીમાંસા યાને બ્રહ્મસૂત્ર યાને વેદાન્તસૂત્ર ઉપર આપણે આવ્યા એટલે ત્યાંથી એના અર્થને પ્રશ્ન શરૂ થયોઃ શંકર રામાનુજ અને વલ્લભ એ ત્રણ આચાર્યોનાં ભાષ્યો અને એ ભાષ્યોનાં વાતિકે વિવરણે પ્રકરણગ્રન્થ આદિ રચાતાં ચાલ્યાં. આ પ્રમાણે ધર્મ અને તત્વજ્ઞાનના ઈતિહાસમાં શંકરાચાર્યનું સ્થાન છે. સદ્ગહ' શંકરાચાર્યના સિદ્ધાન ઘણુ ગહન છે. મેં આપને આર. ભમાં કહ્યું હતું તેમ એક મનુષ્યજન્મ તે શું પણ મનુષ્યજાતિ અનાદિ કાળથી આજ પર્યન્ત એ વિષયનો પાર પામવા મથે છે પણ તે પામી શકતી નથી. એ તત્ત્વજ્ઞાનની છેવટની ભૂમિકાના સિદ્ધાન્ત છે. એ શી રીતે સમજાય? પણ ભવભૂતિ કહે છે તેમ “વા િ િવૃનિ કુસુમાર ઢોવત્તા વૈતરિ’–મહાન પુરુષોનાં હદય વજ કરતાં કઠણ અને , કુસુમ કરતાં કોમળ હોય છે; તહત એમના સિદ્ધાન્ત પણ કઠણમાં કઠણું અને સરળમાં સરળ છે. એમના સિદ્ધાન્ત તે રાજાને ખાવાની સૂતરફેણ જ નહિ, પણ ગરીબની ભાખરી પણ હોય છે અને એ શંકરાચાર્યનું જ એની યથાર્થતાની ખરી કસોટી છે. પંડિત પંડિતોની તત્વજ્ઞાન બુદ્ધિ પ્રમાણે, અને સામાન્ય બુદ્ધિનાં મનુષ્ય સામાન્ય પ્રમાણે, એને ઉપયોગ કરી શકે એ જ એનો ખરે મહિમા છે. શંકરાચાર્યના સિદ્ધાન્તને પાશ્ચાત્ય કેળવણી પામેલો વિદ્વાન પણુ ગહનતાની પરિસીમાં સમજે છે, અને રસ્તે જતો ભિખારી પણ એના એકતારામાં એને ગાય છે એ એની ખૂબી છે. તે એ ગહન સિદ્ધાન્તને સરળ આકારમાં શા માટે ન મૂકી શકાય? તેમ કરવામાં બેશક બહુ બહુ કૌશલ જોઈએ છે, અને એ કૌશલ મારામાં છે એમ માનવાની ધૃષ્ટતા હ કરેતે નથી–તથાપિ જેમ બનશે તેમ હું એને સરળ રૂપે આપની આગળ મૂકવા યત્ન કરીશ. હાલમાં–દરેક મહાન પુરુષના ગ્રન્થ, એના જીવનની હકીકત સાથે અને એના સમયના સ્વરૂપ સાથે મેળવીને, વાંચવા-વિચારવાની રીતિ ચાલે
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy