SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ શંકરજયંતી બહુ તીવ્ર લાગણી છે, અને “એ કલ્યાણ હું કેવી રીતે કરું?” એ સતત વિચાર કરવામાં જ એમને સઘળે સમય જાય છે. આટલું કહી–હું આજનું કામ ચાલતું કરવા આપને વિનંતિ કરું છું. [ ત્યાર બાદ ત્રણ ગૃહસ્થો તરફથી શંકરાચાર્યને લગતાં વ્યાખ્યાનો થયાં.]: પ્રમુખને ઉપસંહાર સદગૃહસ્થો!—આપને આરંભમાં જ એક વાત જણાવીને આગળ ચાલવું ઠીક છે. આપનુ નિમન્ત્રણ આવ્યું ત્યારે તે સ્વીકારતા પહેલાં મારા મનમા એક શંકા ઉપજી હતીઃ મારે કંઈ પણ સંપ્રદાય સાથે જોડાએલા ઉત્સવમાં વ્યાખ્યાન આપવા જવુ એ ઠીક છે? તરત જ—ક્ષણ માત્રમાં જ–મારા મનમાથી એ શકા જતી રહી. મનુષ્યની સ્વાભાવિક બુદ્ધિશીલતા અને તજન્ય ઉદારતામાં મને શ્રદ્ધા છે, અને સાચા હૃદયથી મે જે વિચારે બાંધ્યા છે એ મારા બધુઓ આગળ નિખાલસ રીતે કહેવા એમાં કાઈ સંકેચ રાખવાનું કારણ નથી. તેમાં પણ જ્યારે “સુન્દર શિવ મ ગલ ગુણ ગાઉ” એ પ્રાર્થનાસમાજી કવિવરના પદ્ય વડે આપના કાર્યનું મંગલાચરણ થયુ એ હું વિચારું છું, ત્યારે તો આપની ઉદારવૃત્તિ માટે મને ખરેખર માન. ઉપજે છે અને કાંઈ પણ ગેરસમજણ થવાના ભય વગર હુ પ્રકૃતિ પ્રસંગે પ્રમુખ તરીકેના મારા વિચાર આપની સમક્ષ મૂકી શકીશ એમ મને આશા છે. હું કોઈ પણ સંપ્રદાય નથીઃ મારી જીવનચર્યા જ સંપ્રદાયથી વિરુદ્ધ છે. મેં જે જીવનવૃત્તિ સ્વીકારી છે તેમાં સાકરદાનનું મારૂ દષ્ટિબિન્દુ જ નહિ પણ વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્યના વેદાન્ત નુ પણ ભારે અધ્યયન અધ્યાપન કરવુ પડે છે–એટલું જ નહિ પણ જૈન અને અંગ્રેજી તત્ત્વજ્ઞાન પણ મારે શીખવુ શીખવવું પડે છે અને આ જ અભ્યાસમાં મારાં વીસ-પચીસ વર્ષો ગયાં છે, એટલે કેઈપણ સંપ્રદાયને વળગી રહેવું–તેમ કરવું ઇષ્ટ હોય તથાપિ તેમ કરવું–બgઉં ચન્તિ મજાન' એ ન્યાયે મારામાં અશક્ય થઈ પડયુ છે. આ અશક્યતા માટે હું દિલગીર નથી. અત્યારે આપણે દેશ અનેક રીતે અન્ય દેશોની સાથે સંબ ત્વમાં આવ્યો છે. આપણા ઘઉં અને રૂના ભાવ અહીની પેદાશથી નક્કી થતા નથી–અન્ય દેશોના પાક ઉપર એને આધાર રહે છેતે જ રીતે અત્યારે આપણું ધર્મ સંબન્ધી વિચારોમાં પણ અહીનાં જ શાસ્ત્રોનાં વચનો ટાકાને બેશી રહે ચાલે એમ નથી. આપણે વૃદ્ધ જને શ્રદ્ધાથી શાસ્ત્રનાં
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy