SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ધર્મ ૧૩. છતાં પણ, કેટલીક વખત એ ભાવનાને અનુસરવાની શક્તિ આપણુમાં નથી હતી એમ આપણું મન તપાસતાં લાગે છે. એવે વખતે બ્રાહ્મધર્મ કાંઈક અપ્રતિમ આત્મબલિ આપી શકે છે–એમ આ લેખકનું અનુભવપૂર્વક માનવું છે. આથી પર એવી દુનિયા જેઓ માનતા નથી તેમને પુનર્જન્મની ઘટનાદ્વારા વિશ્વનું નીતિરહસ્ય સમજાવીને, સ્વર્ગનરકાદિ વ્યવસ્થાથી સત્કાર્યમાં પ્રવર્તી શકવાનો જેઓને અધિકાર હોય છે તેઓને તેવી રીતે, અને ઉત્તમધિકારીઓને ઉત્તમ પ્રવર્તક-સર્વાત્મભાવની ભાવના–બતાવીને, સર્વને યથાયોગ્ય રીતે બ્રાહ્મધર્મ સત્કાર્યમાં પ્રેરે છે, અને એ તરફ પ્રવર્તવા માટે ભગવાનના અવતારે અને સારૂપી અખૂટ ભંડારમાંથી આત્મબલ લાવી આપે છે. આ આત્મબલ કિશ્ચયન ધર્મ જ આપી શકે છે એ વાત ઉપર કિધ્યન પાદરીઓ ખાસ ભાર મૂકે છે. પણ યથાર્થ રીતે તપાસી જોતાં જણાશે કે, એ ધર્મમાં મનુષ્ય આગળ જે પ્રવર્તક હેતુ (motive) મૂકવામાં આવે છે તે આપણુ જેટલા ઉચ્ચ વ્યાપક અને સબળ નથી. તેમ એની કર્તવ્યભાવનાનું * દષ્ટાન્ત–જીસસનું જીવન–પણ એકદેશી અને અપૂર્ણ છે. આપણું શ્રીમ ભગવદ્ગીતાની સમાન કોટિમાં મૂકાતું જીસસનું “સન ઓફ ધ માઉન્ટ” જેશે તે જણાશે કે એમાં અમુક કાર્ય અમુક રીતે કરવાનો ઉપદેશ કર્યો છે તેમાં પ્રવર્તક હેતુ એ બનાવ્યો છે કે “ great is your reward in heaven”—“એમ કરવાથી સ્વર્ગમાં તમને મોટો બદલે મળશે.” આ પ્રવર્તક હેતુ નિર્જીવ નથી એ ખરું. પણ તેમ ઉત્તમોત્તમ કર્તવ્યભાવનાને, શેભે તે નથી એ પણ સ્પષ્ટ છે. ક્રિનિટિ આત્મબલના પ્રવાહ અર્થે આપણી માફક અવતારને સિદ્ધાત સ્વીકારે છે, પણ એ ફક્ત એક જ પુરુષને–જીસસને—જ અવતાર માને છે. પણ આ બાબત વિચાર કરતાં જણાશે કે મનુષ્ય જે કર્તવ્યભાવના સિદ્ધ કરવાની છે એ એક જ પુરૂમાં સંપૂર્ણ મળવી અશક્ય છેઃ એક ગુણ એક વ્યક્તિમાંથી, તે બીજે બીજીમાંથી, ત્રીજે ત્રીજીમાંથી લેવો પડે છે. એટલું જ નહિ પણ દરેક યુગનાં– જમાનાનાં-કર્તવ્ય જુદાં જુદાં ઉત્પન્ન થાય છે, અને તદનુસાર જુદી જુદી કર્તવ્યભાવનાઓની જરૂર પડે છે; જે, અમુક સમયે અમુક દેશમાં ઉત્પન્ન થએલા અમુક એક પુરુષમાં જે સમાપ્ત થવી અશકય છે. આ રીતે, અનેક દષ્ટિબિન્દુએથી અવલોકતાં આપણું ધર્મની સર્વોત્તમતા પ્રત્યક્ષ થાય છે, અન્ય ધર્મો ખોટા છે કે તિરસ્કારયોગ્ય છે એમ અમારું કહેવું નથી. વર્તમાન સમયમાં તે આપણું ધાર્મિક સ્થિતિ બહુ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy