SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ હરિકીર્તન ૨૮ કૃષ્ણ કૃપાથી તથા હમેશાં અપાર સાગર પારાવાર, શરણાગત વત્સલ એ એકજ સદા ભકતના પાલનહાર. વિદાય ભાગી ફરી સર્વની પ્રયાણ કરતા શ્રીભગવાન, ચરણ નમીને કરે પ્રાર્થના કુન્તા માતા સતી મહાન; “સદાય આવી હજો વિપત્તી ઉગારિયાં આપે બહુવાર, થયાં આપનાં દર્શન દુઃખમાં તો જેથી દુસ્તર સંસાર.” –પૂર્વપદ– " –ભરોસે કૃષ્ણકે ભારી– અન્તમાં કીર્તનકારને મહેં ઉપકાર માન્યો. એ કાર્યને અંગે અશ્વત્થાભાનું પાત્ર અને એને આલેખવામાં મહાભારતકારની અભુત કલા–આ વિશ્વના બંધારણના અન્તરમાં રહેલું એક ગૂઢ સત્ય તારવી આપવાની કલા –એ વિષે મહે બે શબ્દો કહ્યા. અશ્વત્થામાની આ કથા સાંભળીને વિચાર આવ્યા વિના નથી રહેતું કે મહાભારતકારે અશ્વત્થામાને ચિરંજીવ રાખ્યો છે, અને આપણામાં માન્યતા છે કે હજી પણ એ ડાંગનાં જંગલોમાં ફરે છે અને કઈ કઈ વખત નજરે પડે છે! આ પાપી તે ચિરંજીવ કેમ? પણ ત્યાં જ કવિની કલા છે. સહુના ધ્યાનમાં હશે કે શેકસપિયરનાં ડેરડેમોના અને આથેલે, તે તે પાત્રના રસને ઉચિત રીતે, મૃત્યુવશ થાય છે. પણ પેલી દુષ્ટતાની મૂર્તિ–પરાકાષ્ટા–ઈયાગાને તે નાટકકારે નાટકને અન્ત જીવતે જ જવા દીધો છેતે એમ સૂચવવા કે મરણ એ હેટામાં હો Evil–અનિષ્ટ નથીઃ મરણ કરતાં પણ કાંઈક વધારે ભૂંડું છે અને તે દુષ્ટતા, જીવનની એક મહેટી ભૂલ કરીને એને પરિણામે મરવાને વખત આવે તો પણ એ મનુષ્યનું સાભાગ્ય સમઝવાનું છે, પણ દુષ્ટતા - બ્રાહ્મણની દુષ્ટતા, સમઝદાર માણસની દુષ્ટતા–એનું તો પ્રાયશ્ચિત્ત જ નથીઃ ભરણ પણ એને પ્રાયશ્ચિત્ત નથી. આમ મરણને દુષ્ટતાના ફલની કટિમાંથી કાઢી નાંખી દુષ્ટતા મરણથી પણ વધારે ઘેર છે એમ વ્યાસ અને શેક્સપિયર– જીવનના અને મૃત્યુનાં મર્મ સમઝનાર જગતના મહાન ક્રાન્તદર્દીઓ–સૂચવે છે. બીજું, આ દુષ્ટ બ્રાહ્મણે ક્ષત્રિય કદી ન કરે, બકે ચાંડાલ પણ કરતાં ખચકાય, એવી ઘેર બાલહત્યા કરી ! એને ઉદાર ક્ષત્રિયાણીએ ક્ષમા આપી! ક્ષમા મળી છતાં એ પાછો ગર્ભ હત્યા કરવા તત્પર થઈ ગયો ! બ્રાહ્મણની ભાવના ક્ષમા આપવાની, ક્ષમા લેવાની નહિ; તેને બદલે આ બ્રાહ્મણ મેળવેલી ક્ષમાને પણ યોગ્ય ન ઠર્યો, ઉદાર ક્ષત્રિયાણીના દેહમાં ઉદાર ક્ષાત્ર
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy