SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર આ એક લૌકિક ડહાપણું અને સાવચેતીને પ્રશ્ન છે. અત્યારે પણ આવશ્યક લાગે તે એ સાવચેતી લેવા કેઈ ના પાડતું નથી. “coeducation” યાને છેકરા ને છોકરીઓને એકઠાં બેસાડીને કેળવણી આપવી કે એમને માટે જુદી સંસ્થાઓ કરવી એ કેળવણીની વિગતને પ્રશ્ન છે, અને એમાં પણ અમુક વય સુધી જ સહશિક્ષણ રાખવું અને પછી નહિ અથવા તે અમુક પ્રાન્તમાં–લેકના રીતરિવાજ, માનસવૃત્તિ જતાં ઠીક છે અન્યત્ર નહિ અથવા તે હિંમતથી સહશિક્ષણની સંસ્થા સાર્વત્રિક કરવી અને તુરત પરિણભમાં કાંઈક નુકસાન થતું નજરે પડે છે તેની દરકાર ન કરવી; ઇત્યાદિ વિગતના મતભેદ સંભવે છે, અને કેઈ ઉદાર હિતચિન્તક આમાં પિતાના મત માટે અત્યન્ત આગ્રહ–દુરાગ્રહ નહિ જ કરે. અત્યારે મુખ્ય પ્રશ્ન સ્ત્રીઓની કેળવણી અને વિવાહની ઉમ્મરને જ છે. એ માટે ઉપર ટાંકેલા પ્રમાણુ ઉપર વિચાર કરવા શાસ્ત્રવાદી વિરોધીઓને અમારી વિનંતિ છે. વિચાર કરતાં એક વાત એ પણ સ્પષ્ટ સમઝાશે કે “ઘ” પદમાં “વ” આગળ “સથી વિશેષણું લગાડયું છે એ બહુ સૂચક છે; એથી જણાઈ આવે છે કે કન્યાના માત્ર બે જ વર્ગ નહોતા. જેઓ સમસ્ત જીવન નૈષ્ઠિક બ્રહ્મચારિણી થઈને રહે છે, અને જેઓ સઘતુરત–વિવાહ કરી ગૃહસ્થાશ્રમમાં જોડાઈ જાય તે; ત્રીજો વર્ગ એવો પણ હતું કે જે “સા” નહિ પણ કેટલાક કાળ પછી એટલે વિદ્યાગ્રહણ કર્યા પછી વિવાહ કરે. આમ ન હોય તો તે વિશેષણ નકામું થઈ જાય. આ “બ્રહ્મવાદિની”ને પ્રકાર જૈન અને બૌદ્ધ સાધ્વી અને ભિક્ષણીના અનુકરણમાંથી ઉત્પન્ન થયો હશે એમ પણ કહેવાશે નહિ, કારણ કે બ્રહ્મવાદિની” ગૌતમ અને મહાવીર ભગવાનના સમય પૂર્વે પણ હતી એ આપણે અન્ય પ્રમાણથી સારી રીતે જાણીએ છીએ, અને વિશેષમાં પૂર્વોક્ત સ્મૃતિઓ સ્પષ્ટ કહે છે કે “ પુરાકલ્પ”માં—અથત, જૂના કાળમાં—એ પ્રમાણે થતુ. તેથી બૌદ્ધ અને જૈન ધર્મના, ઉદ્દભવ પછી એ સમય છે એમ કહી શકાશે નહિ. બલ્ક, બાદ્ધ અને જૈન ધર્મના, ઉત્તર કાળમાં જે છૂટથી યાજછવ પરિવારિકા રહેવાનાં માઠાં પરિણામ આવ્યાં એની પાછળના હિન્દુ લોકમત ઉપર પ્રબળ અસર થઈ અને પ્રાચીન રિવાજમાં પરિવર્ત થયો. જરા પણ અતિહાસિક દૃષ્ટિએ વિચાર કરનારને પૂર્વોક્ત સ્મૃતિવાક્યની અંદર આ ઈતિહાસ પડેલ દષ્ટિગોચર થયા વિના રહેશે નહિ.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy