SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ - આત્મ-અનાત્મ-દષ્ટિ ૬૦૯ સાદા અને તાપમય જીવન માટે આટલે આગ્રહ ન કરતઃ પણ વસ્તુસ્થિતિમાં, અત્યારે પશ્ચિમને જડવાદ અને બળવાદને વાયુ જ સર્વત્ર ફૂંકી રહ્યો છે, અને હિન્દુસ્થાનની ઉચ્ચ ભાવનાને પણ વિનાશ કરી રહ્યો છે, તેથી ગાંધીજી હિન્દુસ્થાનને જોરથી ઉપદેશ છે કે પશ્ચિમને ત્યજે. વિવેકી : સજજને આહાર માત્રમાં વિષાંશ અને અમૃતાંશ રહેલા છે એમ સમઝી એમાંથી વિષાંશ દૂર કરશે, સમગ્ર આહારને ફેંકી દેશે નહિ. પણ અવિવેકી આહારીને વિષાંશનું સ્મરણ આપવાની જરૂર છે. [વસંત, વૈશાખ, સંવત ૧૯૭૭] ૧૨ આત્મ-અનાત્મ-દષ્ટિ ડ, ટાગેર હાલમાં જ્યાં જ્યાં ભાષણ આપે છે ત્યાં ત્યાં ઘણું ખરું એક સિદ્ધાન્ત ભાર મૂકીને ઉપદેશ છે. એ એમણે પહેલાં–ગાંધીજી સાથેના વિવાદમાં ઉપદે હતું, અને તે વખતે વસન્ત પત્રમાં “હિન્દ હિતચિતક” ની સહીથી લખનાર લેખકે એના ગુણદોષનું વિવેચન કર્યું હતું. એ વિવેચનની અત્રે પુનરુક્તિ કરવાની જરૂર નથી. એ સિદ્ધાન્ત એ છે કે “રાષ્ટ્રીયત્વ કરતાં મનુષ્ય માત્ર પ્રત્યે બધુભાવને ઉપદેશ ઉચ્ચતર છે.” (હમણું અમદાવાદમાં આપેલા ભાષણને ગુજરાતી પંચમાં આવેલો રિટે): રાષ્ટ્રીયત્વ કરતાં ભૂતમાત્ર પ્રત્યે આત્મભાવ–સ્રરમત સર્વતૈg-નો. સિદ્ધાન્ત જ ઊંચે મનાય હતો. શાતિનિકેતનમાં પોતે જે સંસ્થા સ્થાપી છે એને ઉદ્દેશ પૂર્વ અને પશ્ચિમને એક બીજાની પાસે લાવી એક બીજાની સાથે ભાવનાની આપ-લે કરવાનું શીખવવાને છે. પૂર્વને પશ્ચિમથી અળગું રાખવામાં લાભ નથી, એમ કરવું અગ્ય તેમ જ અશક્ય છે. આની સામે એમ કહેવામાં આવ્યું છે કે રાજકીય ગુલામીમાં પડી રહેલી પ્રજા પશ્ચિમની સ્વતન્ત્ર પ્રજાને પોતાની આધ્યાત્મિક ભાવના ઉપદેશવા જાય તો એનું કાણુ સાંભળે ? બલ્ક, એ પ્રજા પિતાનું આધ્યાત્મિક શ્રેય પણ કેમ સાધી શકે? આ આક્ષેપને ઉત્તર આપતાં ડો, ટાગોર પૂછે કેઃ “મુદ્દે શું એમ કહ્યું હતું કે મહારૂ રાજ્ય તે મહારૂં જ હોવું જોઈએ, પછી બધા દેશના લોકોને બોલાવીને એમને આધ્યાત્મિક જ્ઞાન
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy