SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિ પાઠ પ૯૯ રૂપાન્તર યુદ્ધમાં ઉપયોગી થાય છે) એ ત્યારે જ પૂરી પાડી શકાય કે જ્યારે હિન્દુસ્થાનની પ્રજા વિદ્યાસંપન્ન અને ધનસંપન્ન હેય. આ રીતે જોતાં માલુમ પડે છે કે હિન્દુસ્થાને બ્રિટિશ સામ્રાજ્યના મુકટને હરે છે એમ જે આજ સુધી કહેવામાં આવતું હતું એ હવે કાલાતીત–વાણી થઈ ગયું છે. હવે, એમ કહેવું જોઈએ, કે હિન્દુસ્થાન બ્રિટિશ સામ્રાજ્યના મુકુટનો હીરે નથી, પણ એના શરીરનું હૃદય છે. અર્થાત, એ બેને અંગાંગિભાવ સંબધ જ બંધબેસતો અને વસ્તુસ્થિતિને અનુકૂળ છે. હે પ્રભુ! આ રીતે અમે યુદ્ધ ઉપર વિચાર કરવા બેસીએ તે અનેક સત્ય દષ્ટિગોચર થાય છે. ભગવન ! ત્યારે શું અમે યુદ્ધ ચાહીએ છીએ ? ના, મહારાજ. જગતમાં યુદ્ધ ચાલતું રહે એમાં જ જે હિન્દુસ્થાનનું કલ્યાણ રહેલું હોય તે એવું કલ્યાણ મા હે !—એવા કલ્યાણથી તે અકલ્યાણ જ સારું. અમે કાંઈ વેણીસંહાર નાટકમાં રુધિરપ્રિય અને વસાગબ્ધા નામના રાક્ષસ અને રાક્ષસી ચીતર્યા છે તેવાં નથી. એ રાક્ષસ અને રાક્ષસી મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રના મેદાનમાં ફરી રુધિરના ઘડા ભરતાં હતાં, અને માંસ માદિકના ઢગલા કોઠારમાં નાંખતાં હતાં–લાડુ જલેબી શરબત ભરી રાખવા એકઠાં કરતાં હોય તેમ ' એમ કરવું એ અમારી મનુષ્યતાને અધઃપાત કરાવનારું અને લજજામાં નાંખનારું છે. પ્રભુ ! જે અમારે ઉદ્ધાર કરવા આપની ઈચ્છા હોય તે અર્જુન જેવી મતિ, અને અર્જુનને આપ્યો હતો તેવો ઉપદેશ, અમને આપે. આ અમારે સમઝવા જેવી વસ્તુ છે કે ગીતાને ઉપદેશ આપે અજુનને દીધા છે, ભીમને દીધા નથી. તું ક્ષત્રિય છે “તમા સુચશ્વ મારત” માટે લઢ. વર્ષાદ્ધિ યુદ્ધાડજતુ ક્ષત્રિયસ્થ ન વિણા ધર્મ યુદ્ધ કરતાં વધારે કલ્યાણકારી ક્ષત્રિય માટે બીજું કાંઈ જ નથી—એ ઉપદેશ દુઃશાસનનું રુધિર પીવા તત્પર થઈ રહેનારને (ભીમને) દીધે નથી. વુિ “પિ ગ્રોવર હૈતોઃ મહી”–પૃથ્વી તે શું, બલકે આખી ત્રિલોકીના રાજ્ય ખાતર પણ જે ગુરુની સામે લઢવા ચાહત નથી, અને “રુધિરે ખરડ્યા ભોગ ભેગવવા ઈચ્છતું નથી–અરે ! એવા ભેગથી તે ભિક્ષા સારી છે મૌg એલચમ ઢો”—એમ જે કહે છે, એ જ આપના ઉપદેશને અધિકારી બન્યો છે તેથી યુદ્ધ ચાલતું રહ્યું હોત તે હિન્દને સ્વાર્થ ઠીક સધાત એમ કહેનારનો સિદ્ધાન્ત અમારી મતિથી દરાપાસ્ત છે. અમે ધર્યું
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy