SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ૪ થી ઑગસ્ટની પ્રાર્થના. પાંડવો ઉપર મૂક્યું હતું તેમ. એ કર્તવ્યને બ્રિટિશ સામ્રાજ્યના એક અંગ તરીકે નિર્વાહ કરવા માટે પ્રભુ હિન્દને સામર્થ્ય આપે એ આજ આપણી પ્રાર્થના છે. પ્રાર્થના? ગઈ સદ્દીમાં યુરોપમાં “Efficacy of Prayer” વિષે –પ્રાર્થના સફળ થતી હશે ખરી?–એમ પ્રશ્ન પૂછાત હતું, (એક રીતે આ પ્રશ્ન બહુ જૂનો છે. પ્રાચીન ગ્રીસમાં પણ પૂછાતા હતા.) અને એની નિરર્થકતા સિદ્ધ કરવાની દલીલમાં કહેવાતું હતું કે આવડા મોટા બ્રહ્માંડમાં મનુષ્ય તે શી વિસાતમાં કે એની પ્રાર્થના સાભળવાની પરમેશ્વરને દરકાર હોય? વળી, પરમેશ્વર આપણું પ્રાર્થના સાંભળતો હોય તો પણ વિશ્વના નિયમને તેડી આપણી પ્રાર્થના સફળ કરવાની એનામાં શક્તિ છે? આ બેમાં વળી એક ત્રીજી દલીલ અત્યારે એ ઊમેરાય છે કે આપણું શત્રુ પણ આ જ રીતે પ્રાર્થના કરતા હશે તે પ્રભુ કેની પ્રાર્થના સાંભળશે? આમાંની પહેલી દલીલ તે પ્રભુના સ્વરૂપ સંબધી વિચાર આગળ એક ક્ષણ વારમાં શમી જાય છે. પ્રભુ મહટાથી મોટે—સૌથી મહેકે છે; પણ હેટે જ નથી જેમ હેટાથી હેટ તેમ જ હાનાથી હાન છે એ માત્ર હેટ યાને વ્યાપક હોઈ બ્રાઉનિગ કહે છે તેમ, “close behind a stomach cyst–ઝીણામાં ઝીણું જીવકણકની પાછળ આવેલો હોય છે એમ જ નથી પણ સારાવાન મદત મહાન” –હેટાથી હેાટે, તેમ જ ન્હાનાથી નાનો છે–અને આમ ન્હાનાથી હાને છે, તેથી જ અણુમાં અણુ-પરમાણું–થી પણ એ અણુતર યાને ઝીણો છે, તથા ન્હાનામાં ન્હાના જીવાણુના અન્તમાં રહેલો છે. અને તેથી પ્રભુના અનન્ત વિરાટું સ્વરૂપથી અંજાઈ થરથરી જતા અર્જુનને અને લઘુ સૌમ્ય સ્વરૂપ એના હૃદયને આહલાદ અને વીસામો છે. મનુષ્ય એના સંકટના વખતમાં એના નિકટમાં નિકટ સખા અને જીવનના સારથિ પરમાત્માનું સાહા ન માગે તો કેનું માગે? - હવે બીજે વાંધે એ લેવામાં આવે છે કે પ્રભુ ભલે આપણું પ્રાર્થના સાંભળતો હોય, અને એને પ્રાર્થના કરવી એ મનુષ્યને સ્વાભાવિક હોય તથાપિ એ પ્રાર્થના સાંભળી વિશ્વના નિયમ તેડી આપણું કાર્ય કરવાની કે “a stomach cyst–છવકણ, કે જેનાં સર્વ અવયવો અને ઇન્દ્રિ તે માત્ર છવધાતુને ધારણ કરનાર હોજરીની કથળી જ,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy