SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સાહિત્ય ૫૮૩ કે મનુષ્યબુદ્ધિમાં મન અને ઈન્દ્રિથી પર એવી વસ્તુ ગ્રહણ કરવાનું સામર્થ્ય છે ખરું? મનુષ્યબુદ્ધિનું બંધારણ તપાસી એણે નિર્ણય કર્યો કે–નથી. પણ તે જ સાથે એણે બતાવ્યું કે બુદ્ધિ ઉપરાંત મનુષ્યમાં કેટલીક વૃત્તિઓ છે–ભાવનાવૃત્તિ, નીતિવૃત્તિ, અને રસવૃત્તિ–જે દ્વારા મનુષ્ય પરમતત્ત્વને અનુભવી શકે છે. કેન્ટે આ પ્રતિપાદન કર્યું તે પછી એના ઉપર ઘણી ટીકાઓ થઈ છે. મનુષ્ય આત્માના આવા ખંડ–જુદી જુદી વૃત્તિઓ રૂપી પાડી શકાય કે કેમ ઇત્યાદિ પ્રશ્નો પૂછાયા છે, પણ આજ એક વાત સિદ્ધ મનાઈ ચૂકી છે કે પરમતત્વને પામવું હોય તે એ કેવળ બુદ્ધિથી પામી શકાશે નહિ કોઈ એક વૃત્તિ ઉપર ભાર મૂકે છે, કેઈ બીજી ઉપર મૂકે છે પણ સૌથી વધારે પ્રતિષ્ઠિત સિદ્ધાન્ત તે અત્યારે એ જ છે કે પરમતત્વને પામવું હોય તે અખંડ મનુષ્ય એ તરફ જવું જોઈએ—તાત્પર્ય કે પરમતત્વને અનુભવવાનું સાધન કેવળ બુદ્ધિ નથી, પણ હૃદય છે, કૃતિ છે, અને વધારે સારી રીતે બોલીએ તો અખંડ જીવન છે. આમ હોવાથી વિચારગ્રન્થ એ જ ધર્મનું સાહિત્ય નથી. અને “રૂપક, કલ્પિત વાર્તાઓ આદિ ત્યજી, તેમને સ્થાને ચેકસ અર્થવાળાં પદો વાપરી, સાદી અને સીધી ભાષામાં ધર્મનું નિરૂપણ કરવું જોઈએ એમ જે કેટલીકવાર ઇચ્છા દર્શાવવામાં આવે છે તે બરાબર નથી. જે ધર્મના વ્યાખ્યાનને એક પ્રધાન ઉદ્દેશ ધાર્મિકવૃત્તિ જગાડવાનો હોય તે અખડ જીવનને સ્પર્શ કરે–કલ્પના જગાડે, હૃદયમાં રસ પૂરે, અને હાથને હલાવે–એવી વાણીમાં ઉપદેશ કરવો જોઈએ, આ વાણું આપણું ઋષિઓ અને સન્તને પ્રાપ્ત હતી. આપણામાં એ નથી. પણ તેથી શું આપણું બધુઓને એવી વાણું સાંભળવા તરફ દેરવામાંથી પણ જવું? નીચેના ઊતારા શબ્દ પ્રમાણુ નથી, પણ એવા પ્રતિષ્ઠિત પુરુષના એ અભિપ્રાય છે કે સહસા અવગણી શકાય એવા નથી. અને અનુભવ પણ એની યથથતામાં પ્રબળ સાક્ષી પૂરે છે. તે માટે, ધર્મના પ્રદેશમાં જેઓ રૂપક અને કલ્પિત વાર્તાઓને ઉપયોગ અનિષ્ટ ગણે છે, તેમને એ ઊતારામાંથી નવું દૃષ્ટિબિન્દુ જડશે એમ ધારી અન્ને ટાંકું છું: () It is good that a man should thus be made to feel in his heart how small a part of him his head is—that the Scientific Understanding should be reminded that it is not the Reason-the Part, that it is not the Whole Man. It is a profound remark that Imagination rather
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy