SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ ભાવિ અને પુરુષાર્થ "Butler's arguments were explained to us in a clear and impressive manner and the great lesson that Prof. Owen endeavoured to impress upon our minds was that in judging of the course of events in human history one should not be led away by a fatalistic principle and say that such and such a man did a certain thing because he could not help doing it but should meet out praise or blame for his action on the supposition that he was a responsible individual." તાત્પર્ય કે ઈતિહાસના બનાવોમાં અમુક સારું કે હું કૃત્ય થવાનું હતું ને થયું એમ ન સમજવું; મનુષ્ય ભાવિથી બંધાઈને પાપપુણ્ય કરે છે એમ ન ધારવું; વસ્તુતઃ એનામાં સ્વતંત્રતા છે, અને તેથી સારા ખોટાની જવાબદારી પણ છે. હવે આ વાકયમાં ભાવિ અને પુરુષાર્થના ઝઘડાને જે ઉલ્લેખ કર્યો છે તેમાં ઊંડા ઊતરી સમસ્ત વિષયનું શાસ્ત્રીય નિરૂપણ કરવું એ એક હાની પ્રાસંગિક નોંધમાં અસ્થાને છે. તે ઉપરાંત એ ચચી એની ઉપયોગિતાની દૃષ્ટિએ જોતાં જોતાં અત્યારે નિષ્ણજન પણ છે; કારણ કે પુરુષાર્થવાદના ચાલુ જમાનામાં એ વાતનું સમર્થન કરવાની જરૂર રહી નથી, અને જે ભાવિ છે તે તે થવાનું જ છે, એટલે ભાવિવાદના સમર્થનથી ભાવિને પણ કાંઈ લાભ થઈ શકે એમ નથી. પરંતુ ઉપરનું વાક્ય વાંચી સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થઈ આવે છે કે એમાં સમાલો બોધ હિન્દુ વિદ્યાર્થીઓને માટે ઉત્કૃષ્ટ હશે? એમ હોય તો એક રીતે જરા આશ્ચર્ય જેવું છે, કારણ કે હિતોપદેશ અને પંચતન્નના વાચકને પણ અત્યારે સુવિદિત છે કે આપણા પ્રાચીન પુસ્તકમાં પુરુષાર્થવાદનું પુષ્કળ સમર્થન છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના પાત્રદ્વારા વ્યાસે એ જ ઉપદેશ કર્યો છે કે નિર્બળ મનુષ્ય જ્યારે જ્યારે અધમ કૃતિઓ આગળ નમી પડે છે ત્યારે દિષ્ટિ' યાને ભાવિ તરફ એ આંગળી કરે છે, અને એ જ રીતે એના ૧ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર પોતે અસત્યકથનને પ્રસંગમાં વ્યાસજીએ દેશ કરનાર યુધિષ્ઠિર પાસે ભાવિ ઉપર આંગળી મૂકાવી નથી. વ્યાસજીએ જ આશ્ચર્યચક્તિ થઈ અથવા ભાવિ તણું જ પ્રભાવે” એમ ઉદ્ગાર કાઢો છે એ યાનમાં રાખવું આ ભેદ મહત્ત્વને અને ખૂબીદાર છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy