SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ અને ગાંઠ ન આવે, છતી પ૭૬ ધર્મ-શિક્ષણ પાતી કે વાંક માટે ભારીને રેતી માતા, અને માર ખાધા છતાં માતાને વળગવા જતું અને એના જ ખેાળામાં રાઈને સૂઈ જતું બાળક, દર્શન માત્રથી કરી દેશે. વળી બાહ્ય વ્યવહારના જગતમાં પણ જે જીવન પડદા અને પીડાથી ઢંકાએલું રહે છે તે ગૃહમાં ખુલ્લું–કાંઈપણ શંકા કે ભય રહિત, સ્વરૂપમાં દેખાય છે, અને યોગીઓ અન્તર્મુખ થઈ વૃત્તિઓનું જે પર્યાલચન કરે છે તે ગૃહમાં એક બાળક પણ સહજ રીતે હરતાં ફરતાં રમતાં જમતાં કરી લે છે. માટે ગૃહજીવન પ્રભુ વિનાનું ન રાખો. પ્રકૃતિમાં પ્રભુને નિવાસ ન હોય તે પ્રકૃતિ કેવી શુન્ય અને અર્થરહિતછિન્નભિન્ન અને ગાંડી–બની જાય ! તેમ ગૃહમાં પણ પ્રભુના વાસ વિના શૂન્યતા અને વ્યર્થતા જ આવે, દેખીતી સમૃદ્ધિ અને જાહેરજલાલી પણ અન્તરમાં દારિદ્રય અને ઝાંખપ વિના અન્ય ન હોય. લક્ષ્મી અને સત્તાથી ઝગમગતાં દિલ્હી રેમ અને ઈરાન જેવાં મહારાજે એમાંથી પ્રભુને વાસ ઊઠી ગયો તેની સાથે-ધૂળભેગાં થઈ ગયાં, તો આપણું ન્હાનું સરખું ઘર–ખેરડું તે શા હિસાબમાં ? માટે આપણું ગૃહજીવનમાં જે નાસ્તિતા અને પ્રમાદ આવ્યાં છે તેને એકદમ દૂર કરે. આ ધાર્મિક કેળવણું પ્રાપ્ત કરવાની અને કરાવવાની મુખ્ય ફરજ નવું શિક્ષણ પામેલા (ગ્રેડયુએટ) વર્ગની છે. એ વર્ગને છેડેક ભાગ જેને કાંઈ પણ ધાર્મિક ભૂખ હોય છે તે “સમાજ કે થિસોફિ તરફ વળે છે. અને જો કે ધર્મરહિત જીવન ગાળવા કરતાં આ વલણ ઘણે દરજજે સારું છે, તથાપિ એટલું તે કહેવું જોઈએ કે થિયેસેફિ એ ધર્મ નથી પણ ધર્મનું ફક્ત એક દષ્ટિબિન્દુ છે; અને “સમાને ધર્મ તે જીવન નિભાવે એ ૌિષ્ટિક ખોરાક નથી, પણ માત્ર કંઠ ભીને કરે એવું પાતળું પાણી છે. બીજું રૂપક લઈએ તે ચામડીની અને પંચમહાભૂતના જીવન્ત દેહની વચ્ચે જેટલો ફેર છે તેટલો “સમાજ” ના ધર્મની અને સનાતન ધર્મની વચ્ચે છે. માટે અમારા ગ્રંશુએટ બધુઓને અમારી વિનંતિ શુદ્ધ સનાતન ધર્મને જીવનમાં ઉતારી એના રસ અને એના બળને અનુભવ કરવાની છે. પામરમાં પામર દેખાતો અભણ ખેડુત કે પોતાની ધાર્મિક ફરજ વિસરી અધોગતિ પામેલો ગામડાનો બ્રાહ્મણ સર્વે અમારા બધુઓ છે–છતાં અમે ગ્રેડયુએટને આ કાર્ય માટે અમારા ખાસ બધુઓ માની વિનંતિ કરીએ છીએ, તેનું કારણ એ કે એ વર્ગેથી જ સનાતન ધર્મને ખરેખર ઉદ્ધાર થઈ શકશે એમ અમારું માનવું છે. જગતનું વર્તમાન જીવન તેઓ જ જાણે છે, અને સનાતન ધર્મને અજ્ઞાનના માંથી કાઢી ક્યાં મૂકે એનું ખરું સ્થાન તેઓ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy