SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૪ ધર્મ-શિક્ષણ - ધર્મ–શિક્ષણ આપણું વર્તમાન કેળવણમાં ધર્મશિક્ષણની ખામી છે એવી ફરિયાદ આજકાલ ચારે તરફથી સંભળાય છે. પણ એ ફરિયાદ ટાળવાના માર્ગ બહુ સહેલા નથી. આપણા પરધમ રાજ્યકર્તાઓએ ધર્મતાટસ્થનું વ્રત લીધું છે એટલે તેઓ તરફથી સરકારી શાળામાં ધર્મશિક્ષણ દાખલ કરી શકાય એમ નથી. દેશી રાજ્યમાં એ દાખલ કરી શકાય–પણ અનેકધર્મી વિદ્યાર્થીઓની શાળામાં માત્ર સામાન્ય ધર્મના મૂળ તત્તનું તારણ કે ઐતિહાસિક નિરૂપણ તે ઉપરાંત અધિક સાધ્ય નથી–અને તેમાં પણ કેઈ ધર્મવાળાઓની લેશ પણ લાગણું ન દુઃખાય એવી સંભાળ લઈ કામ કરવું અતિ કઠિન છે. પણ ખરી ધાર્મિક પ્રગતિ માટે આટલું શિક્ષણ બસ નથી. સર્વ ધર્મનાં સામાન્ય તો જેવાં એ ધામિક ઉદારતા સંપાદન કરવા માટે સારું છે–પણ એમ કરનારની વાસ્તવિક સ્થિતિ પગથી વિનાના વિશાળ મેદાનમાં ચોતરફ નજર નાખતાં ઊભેલા મનુષ્યના જેવી છે; ધાર્મિક પ્રયાણ કરવા માટે તે અમુક ધોરી પનો સ્વીકાર કરવાની જરૂર છે. તમે પૂછશો કે વર્તમાન સમયમાં વળી પન્થ કેવા? આને ઉત્તર હું એટલો જ આપીશ કે દરેક જણ પિતાપિતાની ખાનગી ગલી કાઢે તે કરતાં ઘેરી પન્થ” ચાલ્યો જાય એ પરમાર્થને પ્રાપ્ત કરવાને વધારે સહેલો અને સહીસલામત ભાર્ગ છે. પવન ખડક સામો વાતે હેય તે એવા પવનમાં પણ આપણે હેડી નાંખી એને ખડક સાથે અથડાવા દેવી એમ મારું કહેવું નથી. પણ યાજ્ઞવક્ય-વ્યાસ-શુક-નારદ–મહાવીર–બુદ્ધ-શંકર રામાનુજ–વલ્લભ આદિ આપણું પ્રસિદ્ધ પ્રાચીન નાવિકોને આપણું નૌકા પીએ તે ખડકને જરા પણ ભય નથી. તેઓ કુશળ નાવિકે છે, ભવસાગરમાંથી અસંખ્ય છો એમણે તાર્યા છે, અને આપણને પણ તારવા સમર્થ છે. પણ તેમ થવા માટે આપણે એઓના સામર્થ્યમાં દઢ શ્રદ્ધા જોઈએ. આપણે શાળાઓના શિક્ષણમાં આ મહાત્માઓ સાથે આપણું કાંઈક ઓળખાણ કરાવવામાં આવે છે–પણ એ શિક્ષણ કેવળ બુદ્ધિની ભૂમિકામાં હાઈ એ થકી સમપ ણને ભાવ આપણુમા પ્રેરવામાં આવતું નથી. પણ જેમ મનને આત્મા નિવેદન કર્યા વિના પ્રભુની મીઠાશને અનુભવ થત નથી તેમ ઉપર કહેલા નાવિકેને આપણે કર સોંપ્યા વિના તેઓમાં આપને ઉદારવાનું કેવું બળ છે એ સમજાતુ નથી.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy