SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ સેન્ટ્રલહિંદુ કોલેજ-બનારસ - ૫૬૩ અમૃતમય પરમાત્માને નિવાસ છેઃ જીવ અને જગત ઉભયના અતરમાં અને બહાર એ જ છે, ઉભય એરૂપ જ છે. એટલે ૧) સત્યસ્વરૂપ વિચાર( abstract thought)નું, અને (૨) સત્ય–સ્વરૂપ સંસ્થાઓ(institutions)નું અવલોકન કરવું; અને (૩) ધર્મને એમના મધ્યબિન્દુસ્થાને રાખો–એ વાતને મુખ્ય ઉદ્દેશ કરે છે. (૨) એ ઉદેશ સિદ્ધ કરવા “સત્ય” અર્થાત જે હોય તે યથાર્થ કહેવું, ધર્મ' કહેતાં કર્તવ્ય તે હંમેશાં કરવું, “કુશળ” અને “ભૂતિ' નામ કલ્યાણ–આબાદી એ બાબત બેદરકાર ન રહેવું, અને “સ્વાધ્યાય' નામ પિતાના દરેક વિષયના મૂલ ગ્રન્થનો અભ્યાસ કરે છે, અને એનું “પ્રવચન' એટલે વ્યાખ્યાન–ભાષ્ય—એને ઇતિહાસદૃષ્ટિએ વિચાર એને આ પત્ર સાધનરૂપે સ્વીકારે છે. આ ઉદ્દેશ અને સાધનની ભાવના નિરન્તર અમલમાં મૂકવી એ સાધારણું કામ નથી. વિજય તે હંમેશ પરમાત્માને જ અધીન છે, પણ ઉદેશભાવના ઉચ્ચ રાખવી અને યથાશકિત એને સિદ્ધ કરવા સાધન યોજવાં એટલુ મનુષ્યનું કર્તવ્ય છે. એ કર્તવ્ય કરવા અમારા તરફથી બનતો પ્રયાસ કરવામાં આવશે, અને એ કામમાં ગુજરાતના વિદ્વાને અમને સહાય થશે એમ આશા છે. આટલું કહી વિદtતુ રિgિ સાવઘારે' એ સહજ ફેરફાર કરેલી જયદેવની પ કિતના ઉચ્ચાર સાથે, આ પત્ર ગુજરાતની સેવામાં અમે અર્પણ કરીએ છીએ, વિસન્ત, માઘ, સંવત ૧૯૫૮ ] સેન્ટ્રલહિંદુ કોલેજ–અનારસ "Man is by his constitution a religious animal”. Burke જે ભક્ત ગાઈ ગયું છે કેકડિયે નાણું કરી મર બેસે, ધર્મ વિના ધન તે શોભે નહિ; સોળે શણગાર સજે મરની સુંદરી, પણ નાક વિના નારી શોભે નહિ.”
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy