SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ધર્મ હેત. પણ તેમ ન થતાં દિવસે દિવસે જ્ઞાન વધે છે તેમ મનુષ્યની ધર્મવૃત્તિ • વધારે તીવ્ર, સતેજ, અને ગંભીર થતી આવે છે. મનુષ્ય, ક્ષણવાર પણ આત્મા ઉપર તેમ જ જગત ઉપર દૃષ્ટિ નાંખે તે તેને એવા અનેક ગંભીર પ્રશ્નો તથા આકાંક્ષાઓ ઉપસ્થિત થશે કે જેનું સમાધાન તથા પરિપૂર્તિ માત્ર ધર્મથી જ થઈ શકે. એવું તે કઈક જ હશે કે જેને વિશ્વમાં, બાહ્ય તેમજ આંતર દૃષ્ટિ ફેરવતાં, કાંઈક ગંભીરતા, ગૂઢતા, મહત્તા નહિ પ્રતીત થતી હોય. “ આ શી ઊડી રજની આજની ભણે ઊંડા ભણકાર ! ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતે ઊંડો અંધકાર, આ શી ઊંડી રજની!” * એ ઉદ્દગાર માત્ર ભૌતિક અંધકાર પરત્વે જ સત્ય છે એમ નથી, પણ વિશ્વમાં છાઈ રહેલી અલૈકિક અગમ્યતાનું શાંતિપૂર-દૂરથી સંભળાતા સમુદ્રના ધ્વનિની માફક–વનિરૂપે અને સંભળાય છે. જે “ ગૂઢ અસંખ્ય ભેદો કંઈ કરે ચોગમ ઘોર ઝંકાર રે,” તેને ખુલાસો કરવાનો પ્રયત્ન ન કરતાં, મનુષ્ય માત્ર કર્ણ દઈને સાંભળવા [, ધારે તે પણ, જ શાંત અભુત ઊંડા કંઈ સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.” * એ નિસંદેહ છે. ત્યારે મનુષ્યના હદયમાં જીવ-જગત-અને ઈશ્વર સંબધી પૂર્વે કહ્યા પ્રમાણે જે જે ગંભીર પ્રશ્ન ઊઠે છે તથા આકાંક્ષાઓ ઉદ્ગાર પામે છે તે સર્વને ખુલાસો કરવા તથા પરિપૂર્તિ કરવી એ ધર્મમાત્રને સામાન્ય ઉદ્દેશ છે એમ સમજાય છે. અને તે સામાન્ય ઉદ્દેશ અમુક ધર્મ જેટલે અંશે પાર • ઉંદયવીણા
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy