SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૬ અનાસક્તિગ મુક્તિ મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કઈક, દોષ તો છે જ. મુકિત તે નિર્દોષને જ હેય. ત્યારે કર્મબંધનમાંથી એટલે દેષસ્પર્શમાંથી કેમ ટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દમાં આપોઃ નિષ્કામ કર્મથી, યજ્ઞાથે કર્મ કરીને, કર્મલિત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાર્પણ કરીને એટલે મન, વચન કાયાને ઈશ્વરમાં હેમી દઈને. પણ નિષ્કામતા, કર્મફલત્યાગ, કહેવા માત્રથી નથી થતો. એ કેવળ બુદ્ધિને પ્રાગ નથી. એ હૃદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારૂ જ્ઞાન જોઈએ. જ્ઞાનને અતિરેક શુષ્ક પાંડિત્ય રૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું...પણ ભક્તિ એ “શીષતણું સારું છે. તેથી ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં વર્ણવ્યાં છે.” એમાંથી આપણે જોઈએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયા દઈને ઝેર લાવી શકાય ને અમૃત પણ લાવી શકાય, તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે બંધન પણ લાવી શકાય અને મેક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તે સાધન અને સાધ્ય સાવ એક જ નહિ તે લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ટા તે જ મેક્ષ. અને ગીતાને મોક્ષ એટલે પરમ શાનિત.” “પણ આવા જ્ઞાન અને ભક્તિએ કર્મફલત્યાગની કસેટીએ ચડવાનું રહ્યું....” “ કર્મ છેડે તે પડે. કર્મ કરો છો તેનાં ફળ છેડે તે ચડે.” અમે અમારા અનેક વ્યાખ્યામાં બતાવ્યું છે કે જ્ઞાન કર્મ અને ભક્તિ એટલે કે Intellect,Will અને Emotion જે ત્રણ મળી આત્મા (Spirit) - વૃત્તિરૂપ સ્વરૂપ બંધાય છે, એ આત્માની સહજ વૃત્તિઓ છે, પરંતુ એ સહજવૃત્તિઓને જ્યારે એમના લૌકિક વિષયમાંથી ખસેડીને, અથવા તે ગીતાના મર્મની વાણુમાં કહીએ તો એ વિષયમાં રાખીને પણ એ વિષયની પાર વિરાજતા પરમાત્માની સાથે જોડીએ ત્યારે એ ત્રણ ક્રમવાર “જ્ઞાન”,” કમગ” અને “ભક્તિગ’ બને છે. આમાં ગાંધીજીએ એક ચોગ ઊમે છે તે અનાસક્તિયોગ'. આ “અનાસક્તિયોગ’ એ વસ્તુતઃ પૂર્વોક્ત ત્રણે ભેગનું અન્તર્ગત રૂપ છે–એટલે કે ત્રણે વેગ એના વિના મિ થતા નથી. પૂર્વોક્ત રીતે વિષયમાંથી વૃત્તિઓને અળગી કરવી, અથવા તે વધારે ચોક્કસ ભાષામાં બોલીએ તે, એમાં રાખીને પણ એથી અલગ રાખવી એનું નામ “અનાસકિતગોગ.'
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy