SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ અનાસક્તિગ , પ૩ અનાસક્તિયોગ શ્રીમદભગવદ્ગીતાને અનુવાદ–કર્તા મેહનલાલ કરમચંદ ગાંધીઃ નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. કિ. બે આના. યથાશક્તિ નિષ્પક્ષપાત રીતે વિચારતા અમને લાગે છે કે જગતનાં સર્વ ધર્મપુસ્તકામાં શ્રીમદ્ભગવદ્દગીતાનું સ્થાન પહેલું છે, એટલું જ નહિ પણ એના અને એની પછીના પુસ્તક વચ્ચે પણ અંતર ઘણું છે. એમાં પ્રતિપાદન કરેલો પ્રત્યેક સિદ્ધાન્ત લેતાં, એ સિદ્ધાન્ત પૂરતાં હિન્દુધર્મમાં તેમ જ અન્ય ધર્મમાં એ કરતાં ચઢીઆનાં પુસ્તકે મળી આવશે, પણ ધર્મનું સમગ્ર તત્વ જગતના કોઈ પણ ધર્મપુસ્તકમાં આવી રીતે પ્રતિપાદન થએલું નથી. એમાં ધર્મનાં અનેક તત્ત્વ છૂટક છૂટક ઉપદેશીને એનો સરવાળે કરેલ નથી; પણ એ તત્ત્વ એના સમગ્ર નામ અખડ રૂપમાં મૂકેલું છે. કોઈ પણ સત્ય અખંડ રૂપમાં મૂકવું એ મનુષ્યવાણુ માટે કઠિન–લગભગ અશક્ય–છે, અને તેથી આ ગીતા તે ભગવદ્વાણુ મનાય એમાં આશ્ચર્ય નથી. આ સમગ્રતાના કારણથી, અધગજ (આધળાને હાથી) ન્યાયે પાછળના સર્વ ભાષ્યકારેએ સમગ્ર સત્યના માત્ર ટુકડા જ જોયા છે, અને એને ગીતાના તાત્પર્ય તરીકે માન્યા છે પરંતુ વસ્તુતઃ શ્રીમદ્ભગવદ્દગીતાનું તાત્પર્ય એના સમગ્ર રૂપમાં મનવાણીને અગોચર છે એમ અમારું માનવું છે. એનું સમગ્ર સ્વરૂપ–પરમાત્માની પેઠે કેવલ અનુભવગોચર છે, તર્ક કે વાણું એને નિરૂપી શકતી નથી. શંકરાચાર્ય પહેલાં ગીતાના ટીકાકાર અનેક થઈ ગયા છે, અને પછી પણ રામાનુજાચાર્ય આદિ આચાર્યોએ વિવરણ લખ્યાં છે તથા ગીતાના તાત્પર્યને નિર્ણય કરવા યત્ન કર્યો છે –અને વર્તમાન સમયમાં લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનું “ગીતા રહસ્ય” પણ એ જ માળાને મણુકે છે. વિદ્વત્તાવાળી અને કઈ કઈ દષ્ટિબિન્દુથી ખાસ ઉપયોગી એવી ટીકાઓ બીજી છે, પરંતુ “આકર ગ્રન્થ” ગણી શકાય એવા ગ્રન્થ બે જ છે. શ્રી શંકરાચાર્યનું “ગીતાભાષ્ય ” અને ટિળક મહારાજનું ગીતારહસ્ય”. સર્વના જુદા જુદા તાત્પર્યનિર્ણય સુપ્રસિદ્ધ છે. શ્રી શંકરાચાર્ય ગીતાભાષ્યમાં પણ અદ્વૈતવાદી છે, અને જ્ઞાન તથા સંન્યાસમાં ગીતાનું અન્તિમ તાત્પર્ય છે એમ માને છે. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદી
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy