SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ k હિન્દુ ધર્મનું હાર્દ ૫ હિન્દુ ધર્મનું હા ૫૫ કેટલાક મિત્રા મને પૂછે છેઃ ‘ તમને સરનારાયણ ચંદાવરકરના The Heart of Hinduism' ઉપરના લેખા કેવા લાગ્યા ? ” . ‘ Fry's Cocoa ' ( કાકા ) ની પેઠે આને માટે એમ તેા ન કહી શકાય કે “ There is nothing to throw away '=" આમા કાંઈ જ ફેંકી દેવા જેવું નથી.’ કી મનુષ્યકૃતિને માટે એમ કહી શકાય છે ?-~~~ પણ મારા એવા તેા મત ખરા કે સર નારાયણુ ચંદાવરકરે હિન્દુ ધર્મના હૃદય ઉપર સ્ટેથેસ્કેપ' ઠીક મૂક્યું છે. જેએ આ લેખામા હિન્દુ ધર્મના મગજના ઝમકારા જોવા માગતા હશે તેમને તે અસન્તાષ થશે, પણ દાક્તર તમને હ્રદયના ધમ્મકારા સંભળાવે તે વખતે ‘ના મારે તે। મગજ જોવું છે એમ આગ્રહ કરવાના તમારા શે। અધિકાર છે ? તમારા અધિકાર માત્ર એટલુ જ જોવાનેા કે દાકતર જેને હૃદય કહે છે તે ખરેખર હૃદય જ છે કે શરીરના ક્રાઈ” અન્ય—‘સ્પ્લીન’ (પ્લીહ—ખરાળ) જેવા નકામા ભાગ છે ? મને તેા લાગે છે કે એ હૃદય જ છે, અને એના થેાડાક ધબકારા સર નારાયણે ખરાખર સાંભળ્યા છે, અને આપણને ખરાબર સાંભળાવ્યા છે. ખીજાં આપણામાં હજી જુદા જુદા પ્રસંગને વાસ્તે જુદી જુદી ભાષાશૈલી અને જુદી જુદી નિરૂપણપતિ જોઈએ એ વાત સુજ્ઞાત નથી. એવી વિવિધ શૈલી અને વિવિધ નિરૂપણપદ્ધતિ હજી આપણી ભાષામાં ખીલી જ નથી એમ કહીએ તેા ચાલે. અને તેથી કેટલીક વાર એક મહાન પુસ્તકનુ ગૌરવ એક ન્યૂઝપેપર આર્ટિકલમા પણ આવે એમ આપણે આશા રાખીએ છીએ. પરંતુ એ ભૂલ છે, અને તેથી આ ગૌરવને અભાવે કાઇ ને સર નારાયણના લેખેા નાપસંદ પડતા હોય તેા ભલે—મને તે આ અંશમાં પણ એ લેખા ગમ્યા છે. કેટલીક વખત, એક બાળકને કાને સ્ટેથેસ્કેપ ધર્યું હોય અને એમાં હૃદયના ધબકારા સાંભળી એ જેમ આશ્ચર્ય ચકિત થાય, તેમ સર નારાયણરાવના મુખ ઉપર નવીન શેાધને વિસ્મય છાઈ રહેલા દેખાય છે. પણ હું ધારૂં છુ કે સર નારાયણરાવ આ વિષયમા બાળક નહિ હેાય; વર્ડઝવર્થનાં નેત્ર આગળ સૃષ્ટિ હમેશાં નૂતનતા ધારી - રહેતી, તેમ એમનાં નેત્ર આગળ કદાચ આવા વિષયેા હંમેશાં મનેાહર નૂતનતાથી જ ભરેલા રહેતા હશે—
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy