SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય ૫૧૩ સારી રીતે સમજીને, માતાને સ્નેહ જેવો સ્નેહપાશ પણ ધર્મ ખાતર છોડીને જે વારે ધૃતરાષ્ટ્રને સલાહ આપે છે કે દુર્યોધન જેવો પુત્ર ઉપદેશથી માને એમ નથી (“Iધ શારિત ટુર્વર્ણિ”) માટે કુળના કલ્યાણ ખાતર ભલે એ ન હોય–તે વારે ધૃતરાષ્ટ્ર કહે છે – " अन्तः कामं कुलस्यास्तु न शक्नोमि निवारितुम्" (=ભલે કુલને નાશ થાઓ; હું એને અટકાવી શકતો નથી.) કેટલી નિર્બળતા! પણ આ નિર્બળતા માટે ધૃતરાષ્ટ્ર ખેદ કરતે હેત તે પણ કાંઈક ઠીક હતું. કારણ કે, તેથી હદયમાં બળ લાવી, આવી કાર્પણની સ્થિતિમાંથી ઉદરવાને એને કેઈક દિવસ પણ માર્ગ સૂઝત. પણ તેમ ન કરતાં, એ પગલે પગલે નસીબ ભણું આંગળી કરે છે! "दिष्टमेव परं मन्ये पौरुष चाप्यनर्थकम्" (નસીબ એ જ મહેટી વાત છે; પુરુષાર્થ નકામે છે.) –આ શબ્દ, અને એ જ તાત્પર્યના થોડાક ફેરફારવાળા શબ્દ, ધૃતરાષ્ટ્ર વખતે વખત ઉચ્ચારે છે, અને પોતાની નિર્બળતાને બચાવ કરે છે. જેમ જેમ એના કુળ ઉપર વિનાશ ધસતે આવે છે તેમ તેમ એમાંથી શીખામણ લેવાને બદલે એ સઘળી ભાવિની રમત સમજે છે, અને આ સમજણને પરિણામે એ ક્રમે ક્રમે વધારે ને વધારે નિર્બળતામાં ડૂબતો જાય છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ વેગથી ચાલી રહ્યું છે અને હજારે ક્ષત્રિયને—ધૃતરાષ્ટ્રનાં પિતાનાં સન્તાને સુદ્ધાંતને–સંહાર થવા માંડે છે, તે વારે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે મહારા પુત્રે મરે છે અને પાંડવો મરતા નથી એ શું? આખરે એને હમેશને નિર્બળતા ભર્યો અસત સિદ્ધાન્ત અવલંબી દિલાસ પામે છે કે– સથવા માથે હિ બંનતે વર્ષથT पुरा धात्रा यथा सृष्टं तत्तथा नैतदन्यथा" (=અથવા સંજય ' ગમે તે રીતે પણ એ થવાનું જ હશે; વિધાતાએ જેવું પ્રથમથી નિર્માણ કરી મૂક્યું હોય છે તેમ જ થયા કરે છે; એમાં બીજું કાંઈ જ થઈ શકતું નથી.”) પાંડવના જયમાં ધર્મનું માહાભ્ય સમજવાને બદલે આમ નસીબને દેશ દેનાર ધૃતરાષ્ટ્રનું વચન સાંભળી સંજયથી ગાજી ઉઠયા વિના રહેવાતું નથી કે ૬૫
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy