SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ પ૦૭ કાલ કહેવાતા વેરાગીઓ સંન્યાસીઓ અને સાધુઓનું જીવન અમે પસન્દ સમાન દક્ષ સ્ત્રી ઉપર અત્યંત આસકિત રાખનારે થજો અને થોડા સમયમાં તેનું મુખ બેકડાનું થજે; કારણ કે એ દક્ષ પ્રજાપતિ કર્મ કરવારૂપી અજ્ઞાનને જ્ઞાન માનનારે જડ છે. વળી જેઓ અત્રે શંકરનું અપમાન કરનારા એ દક્ષને અનુસરનારા હોય તેઓ પણ આ સંસારમાં જન્મ મરણ પામ્યા કરે. જેમાં પુષ્પની પેઠે મનને પ્રસન્ન કરનારા ઘણું અર્થવાદો રહેલા છે, એવી વેદવાણીના મધના ગંધની પેઠે મનને મેહ કરનારાં ઘણું વાક્યથી મૂઢ મનવાળા, શ કરના દેવી લોક કર્મમા જ આસક્ત રહેજે. સર્વ વસ્તુનું ભક્ષણ કરનારા, આજીવિકા માટે વિદ્યા, તપ અને વ્રતને ધારણ કરનારા તથા ધન વિષે, દેહ વિષે અને ઈદ્રિયો વિષે, આનદ માનનારા તે બ્રાહ્મણો આ જગતમાં યાચક થઈને ફર્યા કરજે.” ભુગુઋષિએ દીધેલ શાપ જેઓ શંકરના વ્રતને ધારણ કરે છે તથા જેઓ તેને અનુસરે છે, તેઓ પાખંડી તથા સારા શાસ્ત્રના શત્ર હ. વળી તેઓ પવિત્રતા વિનાના, મૂઢ બુદ્ધિવાળા, તથા જટા, ભસ્મ અને હાડકાંને ધારણ કરનારા થજો, અને શિવની દીક્ષામાં પ્રવેશ કરજે કે જે દીક્ષામાં મદિરા તથા તાડી, દેવના જેવી પૂજાય છે. વળી, તમે વર્ણાશ્રમના આચારોનું રક્ષણ કરનારા મર્યાદા રૂપ વેદની તથા બ્રાહ્મણની નિદા કરે છે, માટે પાખડને આશ્રય કરનારા થજે. લોકેનું કલ્યાણ કરનારે સનાતન માર્ગ આ વેદ જ છે; જે માર્ગને પ્રાચીન ઋષિઓ અનુસરતા હતા, અને જે માર્ગ ભગવાને પ્રવર્તાવેલો છે; તે પરમ શુદ્ધ અને પુરુષોને સનાતન કાળને જે વેદ, તેની તમે નિદા કરે છે, માટે તમે પાખ ડી માર્ગમાં જાઓ, કે જે માર્ગમાં ભૂતપ્રેતને રાજા તમારે દેવ છે.” ઉપરના બે ખંડે એકબીજા સાથે મેળવીને વાંચવાથી કર્મમાર્ગ અને નિવૃત્તિમાર્ગ બન્નેના ગુણદોષ સમજાશે. અને તેમાથી ચાલતા પ્રશ્નના સંબધુમાં, નિવૃત્તિમાર્ગે મૂળ ઊપજાવેલી અભેદબુદ્ધિ અને સાકડા વેક્ત કર્મમાર્ગની ખામી અને વિશાળ જ્ઞાનમાર્ગની ઉચ્ચતા ધ્યાનમાં આવશે. તે જ સાથે, નિવૃત્તિમાર્ગ એની અધમ સ્થિતિમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે પણ સમજાશે. દક્ષ (દક્ષ=કુશળ, કર્મકાડમા કુશળ) એ કર્મમાર્ગની મૂર્તિ છે. અને પરમહંસ શિવ એ કલ્યાણ માર્ગની મૂર્તિ છે. બે બે કરતા બેકડાનું મુખ–અજા'નું સુખ––એ પશુરૂપ “અજા' કહેતા માયા એનું રૂપ છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy