SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૫e શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન શાસદષ્ટિએ “હરિજન”નો પ્રશ્ન એક મહાપંડિત શાસ્ત્રી મહારાજની વાત છે કે એમને ત્યાં એક જણ વ્યવસ્થા (ધર્મશાસ્ત્રના વિષયમાં નિર્ણય) લેવા ગયો. મહારાજ જમીને પડખું કરી સૂતા હતા, અને બંને તરફ થિીઓના ઢગ પડ્યા હતા. સૂતે સૂતે જ શાસ્ત્રીજીએ વ્યવસ્થા આપી દીધી. બીજે દિવસે કાંઈક શંકા પડતાં એ જ માણસ ફરી પૂછવા ગયો. આ વખતે પણ મહારાજ કાલની માફક જ જમીને આરામ લેતા હતા, પણ તે બીજે પડખે. આજ એમણે કાલ કરતાં ઉલટી જ વ્યવસ્થા આપી ! તે ઉપરથી પેલા માણસે પ્રશ્ન કર્યો કે “મહારાજ ! કાલે આપે કહ્યું હતું તેથી આજ આપ ઉલટું જ કહે છે. એમ કેમ ?” શાસ્ત્રીજીએ ઉત્તર આપેઃ “કાલે હું કયી તરફ હે કરી સૂતે હતો ? ” પૃચ્છકેર “ડાબી તરફ.” શા. “અને આજ”? પૃચ્છકઃ “જમણુ તરફ.” શાહ “હવે ખુલાસો થયો ? ગઈ કાલે હારા મોં આગળ પેલી પિોથીઓ હતી અને આજ આ છે એટલામાં બધું સમઝી લેજે.” આ વાર્તાને જે કંઈ પુરુષ હિન્દુધર્મશાસ્ત્રોના ઉપહાસ માટે ઉપયોગ કરશે તે એનું રહસ્ય કદી પણ સમઝી શકશે નહિ. “જેવા વિભિન્ન સ્કૃત વિભિન્ના નાની દુનિફ્ટ મ મિત્ર”—એ જાની મહાભારતની ઉક્તિ છે—અને એ ઉક્તિમાં નેધેલી વિવિધ મતભેદરૂપી વસ્તુસ્થિતિ એ હિન્દુધર્મના જીવન સ્વરૂપનું ભવ્ય ચિહ્ન છે. હિન્દુધર્મનો ઈતિહાસ ઓછામાં ઓછા પાંચ સાત હજાર વર્ષને છે, અને તે પણ એથન્સ કે પેલેસ્ટાઈન જેવડી હાની ભૂમિને નથી, પણ એક મહટા ખંડને છે. અને તે પણ એક જ જાતિના લોકો નથી, પણ અનેક જાતિના લોકો, તેઓના પરસ્પર વ્યવહારનો તેમ જ પરિહાર (ત્યાગ) ને છે. તેમાં પણ વળી હિન્દુધર્મશાસ્ત્ર એટલે સામાન્ય ધર્મનાં વચનો નહિ, પણ ઉપર કહી તેવી હજાર વર્ષની, એક હેટા ખંડની, અનેક જાતિની અનેક સંસ્કૃતિઓની ગૂંથણું–જેમાં સેના રૂપા અને લોઢાના જુદા જુદા તાર ઓળખી શકાય છે, કેટલીક વાર મહાત્માઓના ઉપદેશરૂપી અગ્નિથી અનેક ધાતુઓની એક લગડી થઈ ગએલી જ નજરે પડે છે, વા એક જ ધાતુને સ્વાભાવિક વા આગન્તુક મેલ અગ્નિની જવાળાથી કાઈ જતો
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy