SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ? minn ગુણેમાં તે એને બહુ મોટે ભાગ રહે છે. અમે દિલગીર છીએ કે આ સર્વ સત્યનું રા. જિજ્ઞાસુને વિસ્મરણ થઈ ગયું છે. પણ આમાં બહુ આશ્ચર્ય જેવું નથી, કારણ સારા સારા લેખકે પણ અર્ધ સમજાએલાં સાયન્સ' નાં સત્યને વ્યવહારમાં કે દુરુપયોગ કરે છે એ સુવિદિત છે. એક બીજી, પૂર્વના જેવી જ સુપ્રસિદ્ધ દલીલ એ છે કે “જન્મના યોગ વિના હિન્દુઓના વર્ણભેદ જે ભેદ સર્વત્ર જોવામાં આવે છે. ખરી વાત છે. પણ એ અન્યત્ર જોવામાં આવતે વર્ણભેદ બેટે છે કે સારે છે? ખે છે તે એના અનુકરણથી શું લાભ છે? સારે છે તે દલીલ ખાતર એમ પણ કેમ ન કહી શકાય કે ત્યાંને વર્ણભેદ, “જન્મના યોગ વિનાને છે માટે જ સારે છે ! અમારે પિતાને અભિપ્રાય તે એ છે કે અન્ય પ્રજાઓને જોઈએ તેવું ન પ્રતીત થએલું એવું શાસ્ત્રીય સત્ય પ્રાચીન હિન્દુસ્થાનને જડ્યું હતું–જે સત્ય વર્તમાન હિન્દુસ્થાન વાસ્તવિક રીતે જોતાં ઈ બેઠું છે. હિન્દુઓની વર્ણવ્યવસ્થા જાતિભેદથી યોજાએલ છે” એમાં સ્વતઃ કાંઈ જ અનિષ્ટ નથી, પણ અર્થયુક્ત જાતિભેદ એ જ લાભકારક છે, અર્થહીન જાતિભેદથી કાંઈ જ ફાયદો નથી, ઉલટી હાનિ છે. ગમે તેવા મનહર દેહમાં પણ ચૈતન્ય ઊડી ગયા પછી તે દુર્ગધ જ પેદા થાય છે એ સત્ય અન્ને સ્મરણમાં લાવવા જેવું છે. વર્તમાન દશા એવી છે કે નહિ એ વિષે બે મત થવાને તે સંભવ જ નથી; તથાપિ “કારણ આપ્યા વિના એક ગંભીર પ્રશ્નને થોડાએક શબ્દથી પતાવી દેવામાં આવે છે–એવા આરેપથી મુક્ત રહેવા માટે અમે મિસિસ ઍનિ બેસન્ટને અનુભવ પ્રમાણુ તરીકે અને ટાંકીએ છીએ. એ કહે છે – + " The lower down we go in the scale of animal intelligence the more seems due to inherited instincts: the higher we go the more is due to imitation and to the training rendered possible by the greater size and complexity of the brain, and necessary by the prolongation of infancy." -Darwinisin and Politics.' * આ શબ્દ માટે રા. જિજ્ઞાસુ ની અમે ક્ષમા ઈચ્છીએ છીએ. અમે આખું વાક્ય “ડાર્વિનઝમ એન્ડ પોલિટિકસ' નામના લેખમાંથી લીધુ છે—જે મૂળમાં આ પ્રમાણે છે –“It is instructive to notice the way in which half-understood scientific theories are misapplied to practical matters."
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy