SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ષદર્શનની સંકલન પડ્યો છે. પણ મારા વચનમાં “ધર્મબુદ્ધિને મર્મભેદક છે એ હું સમજી શકતા નથી. શ્રુતિની સમીપથી શરૂ કરી, શ્રુતિથી દૂર જઈ, ફરી શ્રુતિ પાસે છે તત્ત્વચિન્તન આવીને કર્યું—એમ બે સાંખ્ય, એ ન્યાય, અને બે મીમાં સાનાં સ્વરૂપ અને ક્રમનું નિરૂપણ કરીને મારા ભાષણમાં બતાવ્યું હતું. અને ઉપનિષના સમયથી માંડી ગૌતમ બુદ્ધના સમયમાંથી પાર થઈ, ઈવીસનના આરંભકાળની પાસે આવતાં સુધી પ્રાચીન ભારતને ઇતિહાસ વાંચતાં—કોઈને પણ જણાયા વિના રહે એમ નથી કે તત્ત્વચિન્તનનું આ સ્વભાવદર્શન ખરૂં હેવાને ઘણે સંભવ છે. છતાં ર. ઠાકરને મનુષ્યબુદ્ધિ શ્રુતિથી દૂર ગઈ એટલી વાત સાંભળતાં પણ લેભ થતું હોય તે મારું એમને એટલું જ કહેવું છે કે જગતના ઇતિહાસને આપણું ક્ષેભની દરકાર" નથી. ર. ઠાકર પિતાની માન્યતા દર્શાવતાં કહે છે: “વેદને સિદ્ધ અર્થ તે સર્વે મુનિઓને મૂળથી જ મળ્યો હતો, અને તે પરંપરાગત ચાલ્યો આવતો હતો. ” આના સમર્થનમાં ર. ઠાકર પ્રમાણ આપે છે તે એટલું જ કે “વેદનું સાંગ અધ્યયન તેમના વેદવતસંસ્કારમાં જ હતું.’ વેદવત સંસ્કારમાં એ હે વાન છે, પણ વસ્તુતઃ “વેદનો સિદ્ધ અર્થ પરંપરાનુગત કેટલ શેડે ચાલ્યો આવતો હતે એ જાણવું હોય તે પ્રથમ તે યાસ્કમુનિના નિક્તમાં નોંધેલા મતભેદ વાંચે. વળી વેદના “સાંગ અધ્યયનમાં હમેશાં અર્થનું અધ્યયન આવતું એમ રા. ઠાકરનું ધારવું હોય તે તે ભૂલ છે. રામાનુજસંપ્રદાયમાં તે વેદવ્રતસંસ્કારના “અધ્યયન' શબ્દથી “અક્ષરરાશિગ્રહણ” જ સમજવામાં આવે છે. ખરું અધ્યયન અર્થજ્ઞાન વિના નકામું છે. પણ નકામી ચીજે જગતમાં ક્યાં થેડી છે? અને તે પ્રમાણે યાસ્કમુનિના પહેલાંના સમયમાં પણ અધ્યયન અર્થજ્ઞાનરહિત જોવામાં આવતું એ આટલાથી જણાશે કે એ નિતકાર– "स्थाणुरयं भारहारः किलाभूदधीत्य वेदं न विजानाति योऽर्थम् । योऽर्थज्ञ इत् सकलं भद्रमश्रुते नाकमेति ज्ञानविधूतपाप्मा ॥" = જે વેદનું અધ્યયન કરે છે છતાં વેદનો અર્થ જાણ નથી તે ભાર ઊપાડી રાખનાર થાંભલો છે—જે અર્થ જાણે છે તે સઘળું કલ્યાણ પામે છે–અને જ્ઞાનથી એનાં પાપ ધોવાઈને એ સ્વર્ગ લોકમાં જાય છે.” એવો મન્ચ ટાંકે છે–જે, સાંગ અધ્યયનમાં હમેશાં અર્થગ્રહણ સમાતું હોય • "एवमध्ययनविधिमन्त्रवत् नियमवदक्षरराशिग्रहणे पर्यवस्यति' -श्रीभाष्य WOUL
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy