SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રચિન્તન ૩૮૯ (૧) મેં પૂર્વેના ભાષણમાં જણાવ્યું હતું કે મારા અધ્યયન-અધ્યાપનમાં ભારે સર્વ સંપ્રદાય સાથે સંબધું પડે છે અને તેથી હું કઈ પણ એક સંપ્રદાય સાથે બંધાએલ નથી. આ સામે મને સ્મરણ આપવામાં આવ્યું છે કે “વિવેકી પુરુષોને તારતમ્યદષ્ટિથી જૂનાધિકતા દેખાઈ અધિક ગુણવાળા તરફ વલણ થાય છે.” આ સ્મરણ આપવાની બિલકુલ જરૂર નથી. એક જ સંપ્રદાય સાથે જોડાઈ રહેવાથી સામાન્ય મનુષ્યહદયમાં જે રાગદ્વેષ ઉત્પન્ન થવાનો સંભવ છે તે જ નિષેધવાને ભારે આશય હતું, અને એ સંભવ કેવો બળવાન છે એ સિદ્ધ કરવા માટે–ગૌતમ બુદ્ધ જેવા મહાત્માના નામ આગળ “ભગવાન” શબ્દ ન સાંખી શકનાર વ્યાખ્યાનકારનું પિતાનું જ ઉદાહરણ બસ છે. (૨) આપણું તત્ત્વદર્શનની પરસ્પર સંગતિ ઐતિહાસિક પદ્ધતિએ કરવાની મેં સૂચના કરી હતી–તે ઉપરથી જાણે મારી બુદ્ધિ પશ્ચિમની વિચારપદ્ધતિને મે શરણે કરી દીધી હોય અગર તે હું કઈ નવીન જ વિચારપદ્ધતિ દાખલ કરવાની ધૃષ્ટતા કરતો હોઉ, અગર તે શાસ્ત્રોને ઠેકાણે જાણે “Rationalism' યાને કેવળ તર્કવાદને જ હું સ્થાપિત કરવા ઇચ્છતે હેઉં, એમ એ વ્યાખ્યાનકારે કલ્પી લીધુ છે. પણ વસ્તુતઃ એમાંને ભારે માટે એક પણ શબ્દ ખરે નથી. તમે પશ્ચિમના વિચારોને માન્ય કરે અગર ન કરે, પણ અત્યારે એ વિચારો ચારે તરફથી આપણું ધર્મ અને તત્વજ્ઞાન ઉપર–બકે આપણા સમસ્ત જીવન ઉપર–ધસારો કરતા આવે છે. અને એ સામે એનું રક્ષણ કરવું હોય તે જૂના વખતનાં છૂટાં શ્માં વચનો ટાંકીને કૃતકૃત્યતા માનવી નિરર્થક છે. પશ્ચિમના આક્ષેપને પશ્ચિમની જ રીતિએ, અથવા તે એને નિસ્તેજ બનાવી દે એવી પ્રબલનર પદ્ધતિઓ, ઉત્તર વાળ્યા સિવાય છૂટકો નથી. આમ કહેવામાં હું કાંઈ પણ નવીન મહત્તવનાં અંગ છે, તેમ જ વ્યાખ્યાનકારના અને મારા દષ્ટિબિન્દુ વચ્ચે જે તાત્ત્વિક ફેર છે એનું સ્પષ્ટીકરણ કરવું એ અનેક રીતે ઉપયોગી છે– તેથી આ ઉત્તર હું લખું છું. જ્યાં મને એમ જણાશે કે હવે આ ચર્ચામાં નવીન પ્રકાશ પાડવાને રહ્યા નથી અને સુજ્ઞ વાચકની સ્વતંત્ર બુદ્ધિને ન્યાય સેંપી શકાય એમ છે, અથવા તે હવે આ ચર્ચા સભ્યતાની મર્યાદા છેડે છે, ત્યાં હું આ વાદવિવાદ મારા તરફથી એકદમ બંધ કરીશ, # રા. બ. કમળાશંકરભાઈના “શ્રીમછ કરજયન્તી વ્યાખ્યાનમાલા” નામના સુન્દર પુસ્તકમાં પૂ. ૨૬ મે ધમવિચારમાં ઉદારતા એ પરેગ્રાફમાં દર્શાવેલા ઉત્તમ વિચારોનું મનન કરવા રા. ઠાકોરને વિનંતિ છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy