SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ બ્રહ્માનન્દ શી રીતે થાય છે. પર અને ત્રણે ગુણને પોતાના ઉદરમાં સંગ્રહી લેનાર એવી અવસ્થા–વિધિનિષેધથી વિરુદ્ધ આચારની અવસ્થા નહિ, પણ વિધિનિષેધના પ્રાકૃત ભેદને પિતાની અલૌકિક એકતામાં, એના અન્ધકારને પિતાના પ્રકાશમાં, એની જડતાને પિતાના ચૈતન્યમાં-લય કરી લેનારી અવસ્થા. ત્યારે આ સર્વ વાતને સાર કે–જડને સ્વરૂપાન્તર પમાડનાર જે ચિતરૂપ પદાર્થ તે જડને પ્રકાશક સાક્ષી છે જડને એક ભાગ નથી એમ બતાવી, એના આધાર ઉપર અદ્વૈત સિદ્ધાન્તને અનુકૂલ રીતે, તેમ જ તે તે વર્ણના સ્વાભાવિક ગુણને અને લાંબા અનુભવને લક્ષમાં લઈ શાસ્ત્રોએ જે નિયમ ઘડ્યા છે તેને માન આપી, નીતિનું તત્ત્વજ્ઞાન રચવું; અને સર્વની આગળ તેમ જ પાછળ–આરંભમાં તેમ જ અન્તમાં–પરમાત્મારૂપી એ મહાન પ્રકાશ ઝગઝગતે રાખો કે જેથી માર્ગમાં ભૂલા પડવાને સંભવ જ ન રહે એ ગીતાને એટલે વેદાન્તને પરમ ગંભીર અને પરમ રમણીય ઉપદેશ છે. અને આ દષ્ટિબિન્દુએ પહોંચતાં વિધિનિષેધને શો બાધ આવ્યું? બાધ ન આવ્યો એટલું જ નહિ પણ પુષ્ટિ મળી; નીતિનું તત્ત્વજ્ઞાન રચવા માટે આવશ્યક આધાર મળ્યો. (૪) “ આગળ તેમ જ પાછળ પરમાત્માને ઝગઝગત પ્રકાશ” એ ક્ષક અને અલૌકિક નીતિ વચ્ચેનો ભેદ દર્શાવી આપે છે. જે મનુષ્યના નીતિસંબધી વિચારો આ જગતમાં જ સંકડાઈ રહે છે, જે આ દશ્ય જગતથી પર નીતિનું “પ્રભવ અને પ્રલય”–સ્થાન–પરમાત્મા–એવો પદાર્થ જ માનતો નથી, એ કદાચ પૂર્વ જન્મના સંસ્કારને લીધે સ્વાભાવિક વલણને લીધે એમ કહેવું યોગ્ય લાગે તે તેમ ) નીતિવાળા થઈ શકશે. પણ એ નીતિરચના ખોટા તત્ત્વજ્ઞાન ઉપર રચાએલી છે એટલું જ નહિ, પણ એની સ્થિરતા પણ શંકાસ્પદ છે. કંદમૂઢ =દિ સરિતા ના as a gન તહિં ગુણા” તેવી જ ધર્મરહિત નીતિ છે. મનુષ્યના હદયમાં કેવા કેવા રાક્ષસો–“રક્તબીજે” –ભર્યા છે એની એને પોતાને પણ ખબર હોતી નથી. એની સાથે યુદ્ધ કરવા માટે પરમાત્માના સાહાયની બહુ અપેક્ષા છે, અને આ સાહાસ્ય મુખવડે પ્રાર્થના કરવાથી જ કે હસ્ત * « I shall never incur the danger of being too proud of my own power and ability, for I well know, that but for the restraining hand of a higher power what a hideous monster would be born in every human bosom." Goethe.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy