SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્માનન્દ શી રીતે થાય? ૩૫૩ હણતા નથી અને બધા નથી,' આમ કહેવામાં મુખ્ય તાત્પર્ય તે જ્ઞાનનું માહામ્ય પ્રદર્શિત કરવાનું છે. આવા અતિપ્રશંસાના વાક્ય વગર, જ્ઞાનથી વિદૂર અને કર્મવેગનું રહસ્ય ન જાણનાર એવા અર્જુનને જ્ઞાન પ્રાપ્ત કરી યાત કર્મ આચરવા તરફ અભિરુચિ અને ઉત્સાહ કેમ થાત? અર્જુન જેવો રાજ્યાદિ ભોગ ઉપર તિરસ્કાર દષ્ટિથી જેતે પુરુષ “ત્રણ લોકને હણવા”—રૂપી પાપાચરણમાં ઊતરે એ તે અશક્ય જ હતું, અને તેથી જ આ ઉદામ ઉપદેશ બની શકે છે. પરંતુ આ ઉપરાંત ઝીણું દૃષ્ટિથી સમજવા જેવી અન્ને એક બીજી બાબત પણ છે, અને તે એ કે–જ્ઞાની “હણને પણ હણતો નથી,” અને તેથી જ “બન્ધા નથી.” અર્થાત સામાન્ય સ્વરૂપમાં તો “હન” ની જોડે “બન્ધન” વળગેલું જ છે. જે હણતો નથી એટલે કે “હનન” માં જે પાપ-અંશ રહેલો છે તે જેનામાં આવતો નથી, તે જ બન્ધાતો નથી. એ પાપ-અંશ ? અધર્મરૂપ હેવું તે. હનન સર્વને માટે વિહિત ધર્મ–નથી. અમુકને માટે જ છે, અને તે અમુક સ્થલ પ્રસંગ પરત્વે જ છે, તે સિવાય અન્યત્ર એ અધર્મ છે. આ મર્યાદા * નીચેના ઊતારાની છેલ્લી પંક્તિમાં દર્શાવેલું જ્ઞાનનું માહાસ્ય જુવે; જેમાં અતિશયોક્તિ તે છે – “ The ordinary virtue, the ordinary judgements that a thing is good or bad, are the result of custom, and diametrically opposed to philosophic or selfconscious virtue...... In common parlance men are called brave even if they fight from fear. Genuine virtue, on the other han coincides with the consciousness of its reasons to such an extent that such knowledge, as Socrates has already taught, ennobles even wickedness, while its absence spoils the highest virtue" Erdmann's History of Philosophy Vol. I, p. 100 ( Plato ). તાત્પર્ય–કેમાં રૂઢિને આચાર એ સદાચાર કહેવાય છે. ભયથી લઢનારને પણ લેકે બહાદુર કહેશે, પણ શાસ્ત્રીય દષ્ટિએ એ બહાદુર નથી; સમજીને લઢનાર પુરુષ જ બહાદુર છે. ખરે સદાચાર જ્ઞાન (તત્ત્વવિચાર) વિના સંભવ નથી. જ્ઞાનસહવર્તમાન પાપમાં પણ ઉચ્ચતા આવે છે, અને ઉત્તમોત્તમ સગુણ પણ જ્ઞાન વિના બગડી જાય છે. ૪૫
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy