SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ અલબત તેઓ, ઉપર કહ્યું તેમ અનેક સાધને સ્વીકારે છે, પણ તેમાં કશું ગૂઢ કે અગમ્ય નથી, એ બધા અધ્યાત્મના રાજમાર્ગો છે. અનેક દૃષ્ટિએ. તેમણે અનેક માર્ગે દર્શાવ્યા છે. એક જગાએ તેઓ શ્રવણુ મનન અને નિદિધ્યાસન' દર્શાવે છે. અન્યત્ર તેઓ આસુરી સંપત્તિનું દમન કરી દેવી સંપત્તિની ઋદ્ધિ કરવાનો માર્ગ દર્શાવે છે. નીતિ (સત્કર્મ), જ્ઞાન, ધ્યાન, પ્રેમ આદિ સાધનને પણ ઉલ્લેખ કરે છે. શાસ્ત્રમાં દર્શાવેલ મૈત્રી કરુણ મુદિતા અને ઉપેક્ષા પણ તેમને અભિસંમત છે.૩૮ પણ એ સાધનની સંપૂર્ણ વ્યવસ્થા તેઓ શંકરાચાર્ય નિર્દેશેલ સાધનચતુષ્ટયમાં જુએ છે૩૯ એ સંબંધી તેમણે અનેક જગાએ ઉલ્લેખ કરે છે. કેઈને એ વસ્તુ બહુ સાર્દી લાગે, તે તે એ ઊલટો એ સાધન વ્યવસ્થાનો ગુણ છે, દેવું નથી. મેક્ષનાં સાધને સર્વગમ્ય હોય એ તે ઈષ્ટ છે. ' પણ કોઈને લાગે કે સામાન્ય માણસ માટે એ સાધન ભલે રહ્યાં, વિશેષ અધિકારીઓ માટે યોગનાં અગમ્ય સાધનો હોવાં જોઈએ. તે આનંદશંકરનો જવાબ એ છે કે શંકરાચાર્ય ગીતામાં અર્જુનને મધ્યમાધિકારી માને છે, અને માટે એ સાધને માને છે, અને હજી દુનિયાં અર્જુનના અધિકારથી આગળ ગઈ નથી.૪૦ આમાંથી એ પણ ફલિત થાય છે કે બીજા સાધનોથી કેઈ સાધના કરતું હોય તે પણ એની પ્રગતિની કસોટી તે આ સાધનોની સિદ્ધિ જ, એટલે કે નિત્યાનિત્યવહુવિવેક, વૈરાગ્ય અથવા ઈહામુત્રાર્થફલભેગવિરામ, શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન એ સાધનસંપત્તિ અને મુમુક્ષત્વ, એના જીવનમાં કેટલાં ઊતર્યા છે એ જ રહેશે, કોઈ પણ પ્રકારના ચમત્કારો કે ગૂઢ અનુભવો નહિ. અને પોતાની અધ્યાત્મ દશાની પરીક્ષા કેાઈ પણ અધિકારીએ આનાથી જ કરવી જોઈએ. - આચાર્ય આનંદશંકરનાં મંતવ્યનું નિરૂપણ અહી પૂરું કરી આગળ જતાં પહેલાં એક પ્રશ્ન કે શંકા મનમાં થવી સ્વાભાવિક છે તે વિચારતા જઈએ. વેદાન્તમાં આવતાં આ માયા અને બ્રા, જીવ ઈશ્વર એક દષ્ટિએ ખરા વળી બીજી દષ્ટિએ નહિ, જીવ મુક્ત ખરો અને છતાં બહ, આ બધું શું? આ એક ઊભી કરેલી શાસ્ત્રીય શદજાલ નથી? મને લાગે છે કે આ ગૂંચવણ એક રીતે સમજવા પ્રયત્ન કરીએ તો ન લાગે, અથવા ઓછી થાય. ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાનું વર્ણન જાણે અધિકારી પ્રજ્ઞાપ્રાસાદ ઉપર ઊભો છે એવું કરવામાં આવે છે, તે ઉપમાનનો લાભ લઈ ૩૭. પૃ. ૨૬૨ ૩૮, પૃ. ૧૧૬ ૩૯, પૃ. ૬૭ ૪૦. પૃ. ૫૩૪ ,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy