SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ દાસ્યભકિત ભકત આ સંસારરૂપી સકળ વનને લીલુંછમ—રસભર્યું—વૃક્ષાની ધટાથી છવાએલું—બનાવવા ઇચ્છે છે, અને એમાં વચ્ચે વચ્ચે કુંજમાં ખારી રાખીને શ્યામળિયા 'નાં દર્શન પામવા ઇચ્છા કરે છે. સંસારી જીવન દુઃખ અને વૈધવ્યનું જીવન નથી, સુખ અને સૌભાગ્યનું જીવન છે; માટે મીરાં • દિર કુન્નુમ્વી સારી' કુસુમ્બી સાડી પહેરીને પ્રભુનાં દર્શન કરવાની " ઉત્કંઠા ધરે છે. ૧૪ ' ચેાગીએ યેાગની ક્રિયાએથી, તપસ્વીએ તપથી, સંન્યાસીએ ત્યાગથી —પ્રભુને પામવા મથે છે. પણ શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ * અન્યòા દિ ગતિનુંઃવું ફેવદ્ધિવાયતે —અવ્યક્તના માર્ગ એ સુખ અને શીતળ છાયાના માર્ગ નથી. તેથી વ્રુન્દ્રાયન હૈ વાસીઆ સંસારમાં રહેનારા—સાધુજન હરિભજનથી પરમાત્માને પામવા માગે છે. આવી જાતના સાધુ સાથે બેસી એસીને, લેાકલાજ ખાઈને ભજનકીર્તન કરીને મીરાંએ પ્રભુ મેળવ્યા હતા. પણ આમ ભક્તિરસથી કૃતાર્થ બનેલી મીરાં અનુભવતી છતી, એની ‘પરાત્પર’તાને વીસરતી નથી. સ્વયંપ્રકાશ હાઈ ને પણ ‘ગહર ગભીર ’—ધેરા અને કુવંશ મૂઢમનુપ્રવિષ્ટ ઘાદિત ગઢરેકું છુવાળું ” વર્ણવેલી એની ‘ દુર્શતા ' એ સારી પેઠે સમજે છે. પણ એ ‘ દુર્શ 'તે હ્રદય સરસે લાવીને અપરાક્ષ કરવાની રીતિ પણ એને હાથ લાગી છે: જેણે પ્રભુને ખરા હૃદયથી હૃદયનાથ કરીને માન્યા છે તેને મીરાં કહે છે તેમआधि रात प्रभु दरशन दे है प्रेमनदीके तीरा " હૃદયનાથ ’ ને હૃદયમાં એના પ્રભુ હૃદયમાં ઊંડા—છેઃ “ તં ઇત્યાદિ શ્રુતિમાં • (C આ સંસારરૂપી શ્યામ રજનીમાં—અડધી રાત્રે પ્રભુ પ્રેમ નદીને તીરે દર્શન દે છે. પ્રભાત થતાં સૂર્યનાં કિરણેાથી રાત્રિ ભેદાય એમાં તે નવાઈ જ શી ? પણુ અન્ધકારગાઢી રાત્રિમાં પણ કૃષ્ણચન્દ્ર એના ભક્તજન આગળ પ્રકટ થાય છે—ચન્દ્રવત્ એમને શીતળ પ્રકાશ પાથરે છે, અને પ્રેમથી એમને રાસ રમાડે છે. સંસારને અન્તુ (વિદેહ)મુક્તિ ભલે હા; પણ સંસારના મધ્યમાં પણ જીવન્મુક્તિ મળી શકે છે. ચેતરફ ધાર અજ્ઞાનથી ગાજતા આ સંસારમાં રહીને પણુ, કયા ભકતે ખરા પ્રેમથી પ્રભુ શેાધ્યા અને એને એ મળ્યા નહિ ? [ વસંત, ફાલ્ગુન, સં. ૧૯૭૯ ]
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy