SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ બહારી” સત કેમ થાય? પ્રશ્ન બરાબર છે. પણ આ અસત્ તે શું છે? પ્રકૃતિનું ન હેવું, અણુઓનું ન લેવું, જગતનું ન હોવું, એ જ કે બીજું કાંઈ? પરમાત્મા પોતે સત ક્યાં નથી કે અસતમાંથી સત્ થાય છે એમ માનવાને પ્રસંગ આવે ? અર્થાત પરમાત્મા પિતામાંથી જ, એક અદ્વિતીય સતમાંથી, જગત, ઉપજાવે છે. શ્રુતિએ એ માટે ઊર્ણનાભિ કરેળીઆ–નું દષ્ટાન આપ્યું છેઃ કરેળીઓ જેમ પિતામાંથી જાળ પસારે છે તેમ પરમાત્મા પણ પિતામાંથી જગતની જાળ પાથરે છે. પણ ખરું જોતાં આ દષ્ટાન્ત પણ પૂર્ણ રીતે લાગુ પાડવાનું નથી;કોળીઓ પિતાના શરીરમાંથી જાળ કાઢે છે, અને પરમાત્માને તે શરીર નથી; તેમ પરમાત્મા પોતે વિકાર પામીને જગત રૂપ બને એમ પણ નથી કહેવાતું, કારણ કે પરમાત્મામાં વિકાર સંભવતા નથી. માટે માનવું પડે છે કે એ અસતને સત કરતું નથી, માત્ર સત કરી દેખાડે છે “અર7 સત્ વાર વિલા” પિતે પિતામાંથી–એક અદ્વિતીય સતમાંથી કાંઈ વિકાર, ઉપજાવતે નથી, ઉપજાવતો દેખાય છે. આને કાઈ પરમાત્માની પ્રભુતાઈકહે છે, કઈ “લીલા કહે છે, કઈ “માયા' કહે છે, યા માયાની એક કલા -વિક્ષેપશકિત’–કહે છે. આપણે એને આજ બહેરીને નામે ઓળખીશું. જે દેખાય છે તેને દેખાવા પૂરતું સત્ય માની લઈ એને પરમાત્માએ શા માટે ઉત્પન્ન કર્યું અને શી રીતે ઉત્પન્ન કર્યું એ વિચારીએ. કવિ કહે છે કે – "एकसमय श्रीकृष्णदेवके, होरी खेलन मन आई, एकसे होरी मचे नहि कबहुं, यातें करूं बहुताई સદ્ધિ અને સહજાઉં” શ્રતિ પણ કવિતાની વાણીમાં કહે છે–“પ્રજ્ઞાપતિ ઘડશેડ સિત જામત” “ઘોડ૬ =રચાં પ્રાય” તાત્પર્ય કે પરમાત્માને એકલા ગમ્યું નહિ ત્યારે એણે વિચાર કર્યો કે હું એક છું તે બહુ થાઉ.” અને કિશ્ચયને પણ માને છે કે પ્રભુએ પ્રેમથી ઉભરાઈ સૃષ્ટિ ઉત્પન્ન કરી. એ સર્વ વચનનું તાત્પર્ય એ છે કે જગત ઉપર વિચાર કરી જેનારને સમજાયા વિના રહે એવું નથી કે જગત પરમાત્માથી વિખૂટું, શુષ્ક અરણ્ય જેવું નથીઃ બલ્ક એના અણુઅણુમાં એની જ સત-ચિતઅને આનન્દરસની મૂર્તિ પ્રકાશ થાય છે, એના જ પ્રેમની મધુર અને લવિન લહરીઓ સર્વત્ર રમ્યા કરે છે. આ બહુ” થઈ પિતાને
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy