SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રેમધટા હૃદયભૂમિમાં ઊગેલી વિવિધ વનસ્પતિઓ છે એના થકી એ આપણું જીવનનું પિષણ થાય છે. પણ આ “પ્રેમઘટા” ઝુકી આવતી સર્વ કઈને કેમ દેખાતી નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપો કઠણ છે. કઠણ છે એનું કારણ એમ નથી કે એના સત્યમાં કાંઈ ખામી છે, પણ એના સ્વરૂપમાં વિશિષ્ટતા છે. તે એ કે જેને એ પ્રેમનો અનુભવ છે તેને એ સિદ્ધ કરી આપવાની જરૂર રહેતી નથી અને જેને અનુભવ નથી તેને એની પ્રતીતિ થવી કઠણ છે. છતાં–જરા પરમાત્મા તરફ હૃદય ફેરવશો અને તે સાથે કેટલાંક ચિહને ઉપર દૃષ્ટિ કરશો તે એના પ્રેમની ઘનઘટા ક્ષિતિજ ઉપરથી ચઢી આવતી દેખાવા માંડશે. ૧ પરમાત્માના મનુષ્ય ઉપરના પ્રેમની પહેલી નિશાની શી? આને ઉત્તર જરા વિરોધાભાસી લાગશે. પણ તે વાસ્તવિક છે–અને તે એ કે દુઃખ, સંસારના દુઃખ. પરમાત્માની જેના ઉપર કૃપા થાય છે તેના ઉપર જ એ દુઃખ નાંખે છે, અસંખ્ય વિકટ પ્રસંગે અને આપત્તિઓના અનુભવ મેળવી એ અનુભવથી પવિત્ર થઈ કુન્તી કૃષ્ણ પ્રત્યે કહે છે – “વિપવા સતુ નઃ શાશ્વત તા તા [શુ ” - હે જગતના પ્રભુ! હમેશાં અમારા ઉપર આવી વિપત્તિઓ જ હજો, જેથી અમને તમારું નિત્ય દર્શન રહ્યા કરે.” જેઓનાં હદય કૃપણુતા અને કાતરતાથી ભરેલાં છે તેઓ સાંસારિક સુખનું એક ટ૫કું ચાટયાં કરે છે. કૂતરું હાડકું ચાટયાં કરે તેમ ! કદી જન્મારામાં જાણે એ જોયું જ ન હોય ! જો કે કરડે જો ભોગવ્યાં કર્યું છે, છતાં! એવા મનુષ્યોના બાયલાપણાનો ખ્યાલ લાવો, અને તે સાથે ક્ષત્રિય માતા કુન્તીની વીરવ ભરેલી ઉક્તિ સરખાવો–અને કહો કે બેમાંથી યે ભાવ વધારે ઉચ્ચ? અરે ! આવા બે વિરુદ્ધ ભાવ વચ્ચે “વધારે વિશ્વએવી સરખામણીના શબ્દો પણ શોભે છે? એક ભાવ કબૂલ કરતાં પણ આપણે શરમાઈએ છીએ, અને બીજે જ આપણું પુરુષત્વને છાજતો લાગે છે. અને સાંસારિક દુઃખ, એમ કહેવાનો મતલબ એવી છે કે દેહદમતમાં ધર્મ સમાયેલે માની જેઓ વિવિધ તપશ્ચર્યા રૂપી કત્રિમ દુઃખો –હાથે ઉપજાવી–વેઠે છે, તેઓની એ તપશ્ચર્યા તે ખરી તપશ્ચયી નથી. આપણે માટે પરમાત્માએ તપત્રયનાં અસંખ્ય સાધને સાંસારિક દુઃખ રૂપે, રચી
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy