SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ હડાળો ૨૮૩ કૃષ્ણચન્દ્રના ચરણે કુચસ્થળ સાથે ચાંપતી, ચાંપી રાખતી, તે પણ, હજી રાખું, હજી એને ઊંડા ઉતારૂં એમ એમને થતું આપણી વૃત્તિઓ સાથે પરમાત્માને પરિવંગ એ રીતને થવો જોઈએ. સંસાર બહાર ઊડીને પરમાત્માને ખેળવા જવાનું નથી. પરમાત્માને આપણી પાસે લેવાને છે, અનુભવવાને છે. પરમાત્મા સંસારની બહાર હોય, તે ઊડવાની જરૂર રહે. જે “પ્રાણને પણ પ્રાણ છે એ નિકટ છે, એની શોધ માટે બહાર શું કરવા ઊડવું પડે? જ્યાં જુઓ ત્યાં એ છે, સંસારમાં પણ એ છે, માટે આ કહેવાતા સંસારમાં પણ જ્યાં ત્યાં એને જ “ઝુલાવ્યા” કરે–આપણે સર્વ સાથે રહી ઝુલાવીએ, અને કૃતકૃત્ય થઈએ. વસન્ત–વૈશાખ, સંવત ૧૯૬૧
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy