SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાસુર-સંગ્રામ” ૨૬૫ એનાં રૂપક છે એ તે સર્વવિદિત છે. પણ એ દૈવાસુર સંગ્રામની વિશેષ હકીકતમાં ઉતરતાં, કેટલેક વધારે ઝીણે બોધ મળી શકે છે, જે વિચારવા જેવો છે. વૃત્ર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ એ આવરણરૂપ અજ્ઞાન અને જીવાત્મા વચ્ચેનું યુદ્ધ છે. સ્વાર્થત્યાગ (દધીચઋષિ) વિના પાપ (9ત્ર)નો નાશ સંભવત નથી એટલું જ નહિ પણ વિશેષમાં, “ઈન્ડ (જીવાત્મા–, શુ ઉપરથી, જેના ઉપરથી વળી ઈન્દ્રિય’ શબ્દ પણ થયો છે) “વિષ્ણુ ( સર્વવ્યાપક પરમાત્મા, વિશ ધાતુ ઉપરથી) ના સામર્થ્ય થકી જ વૃત્ર દૈત્ય” (વો ખંડ-કકડા કરો, અને -આચ્છાદાન કરવું ઉપરથી ખંડ –તબુદ્ધિ–જન્ય આવરણરૂપ અજ્ઞાન, પાપવૃત્તિ) ને સંહાર કરવા શક્તિ માન થાય છે. કારણ સ્પષ્ટ છે. આત્મામાં કાંઈ પણ બ્રહ્મભાવ પ્રકટે ત્યારે thesis) થી ઘણું તાળાં ઉઘડી જાય છે–ઘણું અસ્વાભાવિક લાગતી વાતે સ્વાભાવિક થઈ જાય છે. આ રીતે આધ્યાત્મિક સત્યો પ્રતિપાદન કરવાની રીત અત્યારે ચાલતી પાશ્ચાત્ય કેળવણીની અસરમાં આપણને ગમે તેટલી વિચિત્ર લાગે, પણ એટલું સ્મરણમાં રાખવાનું છે કે પ્રાચીનકાળમાં એ સર્વત્ર રૂઢ હતી એમ જગતના પ્રાચીન ગ્રન્થ જોતાં જણાય છે. કિચન થિઓલોજીના અભ્યાસકે પણ સાક્ષી પૂરી શકશે કે આ પદ્ધતિને એમાં સારી પેઠે ઉપયોગ થયો છે અને થાય છે, અને તે સ્વીડનબર્ગ જેવાના પંથમાં જ નહિ પણ ઈગ્લેંડના “સ્ટેટ ચર્ચ” (રાજ્ય માનેલા સંપ્રદાયે) તથા ટેનિસન વગેરે કવિઓએ પણ સ્વીકારી છે. શેકસ્પીઅરનાં નાટકની ખરી મહત્તા પણ આ પદ્ધતિને અનુસરતાં જ સમજાય છે. સર્વને સુવિદિત છે કે એનાં પાત્રો એ સ્ત્રીપુરૂષ જ નથી પણ મૂર્તિમન્ત ભાવો છે; એનાં નાટકે એ સ્થૂલ વ્યવહારનું વર્ણન નથી, પણ આધ્યાત્મિક સત્યનું પ્રત્યક્ષીકરણ છે. અને એ જ રીતે મહાભારત પુરાણું વગેરેનું પણ છે. જરૂર માત્ર એટલી જ છે કે જેટલા ભાન પ્રેમ અને આદરપૂર્વક પશ્ચિમ પ્રજાઓમાં શેકસ્પીઅરને અભ્યાસ થાય છે તેટલા જ માન પ્રેમ અને આદરપૂર્વક અને અભ્યાસ થવો જોઈએ. અત્રે એટલું ઉમેરવું જોઈએ કે જ્યાં ત્યાં એક કલ્પી બે અર્થ કાઢવા એમ અમારું કહેવું નથી. એ રીતે તે બહુધા કલકલ્પના જ ઉપજવા સંભવ છે. પણ ગ્રન્થકર્તાના ભાવમાં તન્મય થઈ ઊંડા ઊતરી જતાં, કેક એ અપૂર્વ પ્રકાશ સર્વત્ર વ્યાપી રહેલો ઉપલબ્ધ થાય છે કે જેણે કરી સ્થૂલ દષ્ટિને અગમ્ય એવા નિગૂઢ ભાવો હસ્તામલકત પ્રત્યક્ષ દેખાય છે. આ પ્રકાશ પ્રાપ્ત કર એટલું જ અને વક્તવ્ય છે. ૩૪
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy