SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંદલિયા ૧ r આ રીતે સદ્ગુણ-નિર્ગુણના સંબન્ધ સમજી લેતાં અનેક ભ્રાન્તિઓ દૂર થશે. એક તે એ સમજાશે કે સગુણ એ માણસને ભય દેખાડી ધર્માચરણમાં રાખવા માટે ઊભું કરેલેા પદાર્થ છે, એમ નથી. એક ‘ કલ્પિત ’ છે અને ખીજાં ‘વાસ્તવિક ' છે એમ કહેવાય છે ખરૂં પણ (૧) વેદાન્ત આવે પ્રસંગે જે કલ્પિત ' શબ્દ વાપરે છે તેમાં મૂલ અવિદ્યા થકી કલ્પિત' એમ કહેવા ઈચ્છે છે. (૨) ‘કલ્પના’ વસ્તુના દેખીતા સ્વરૂપની છે, અર્થાત્ ગુણાની છે, ગુણાથી પર ગાજતા પરમાર્થે અધિષ્ઠાન-રૂપ ઉદધિને એ સ્પર્શી શકતી નથી. તાત્પર્ય કે આ રીતે જીવ અને જગત્ મિથ્યા ડરે છે, પણ બ્રહ્મ નિલૈંપ સત્ય અખાષિત રહે છે. (૩) ત્યારે બ્રહ્મ ( નિ`ણ બ્રહ્મ ) તે કદી જણાવાનું જ નહિ? ન જણાય, જો એ જીવ અને જગતની પેલી પાર જ હાય તા. પણ જેમ એ પર છે તેમ જ એ પ્રત્યક્ષ છે; પ્રત્યક્ષથી પર એવી વસ્તુ છે; અને પર એ જ વસ્તુ પ્રત્યક્ષ છે. આ વસ્તુસ્થિતિ જાણવી, અનુભવવી એ વેદાન્તનું પરમ રહસ્ય છે. મનુષ્ય કલ્પે છે એવા જ પરમાત્મા છે, અથવા તેા એ નિત્ય અન્ધકારમાં વીટાએલા હાઈ મનુષ્યથી જણાઈ શકે એવા જ નથી, આ બંને સિદ્ધાન્ત ખેાટા છે. પણ બંનેના યેાગ્ય અંશાને જેમાં સંગ્રહ થાય છે તે આપણે વેદાન્ત સિદ્ધાન્ત છે અને તે ઉપરના કાવ્યમાં મતાવ્યા છે. પ્રેફેસર નાઇટ એક સ્થળે ડીક જ કહે છે કે"We need not reject a single anthropomorphic notion, but utilize each one, and then transcend them all, nay, we may use them with the view of transcending them and then returning to their use". rr तद्दूरे चान्तिकेऽपि तत् " એ શાસ્ત્ર વાકય પણ એ જ પ્રતિપાદન કરે છે. સુદર્શન. ઈ. સ. ૧૯૦૧ એપ્રિલ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy