SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિવેદન ૨૨૫ આત્મનિવેન (એક વ્યાખ્યાન) પરમાત્મા મનુષ્ય કરતાં અનન્તગુણ અધિક છે, અને એના મહિમાનો એક અણુમાત્ર અંશ પણ મનુષ્ય પોતાની કલ્પનામાં સંપૂર્ણ રીતે લઈ શકે એમ નથી; માટે માત્ર એનું અસ્તિત્વ સ્વીકારી એના સ્વરૂપની અયતાથી ઉદ્દભવતા આશ્ચર્યમાં વિરામવું, " आश्चर्यवत् पश्यति कधिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः । आश्चर्यवत् चैनमन्यः शृणोति શુવાન વેર શિવ શ્ચિત છે"* –એમ ઉદ્દગાર કરી એની આશ્ચર્યશાલી ભવ્યતાનાં નિદિધ્યાસનમાં જ નિરતર વસવું, એ એક પક્ષ છે. બીજો પક્ષ એની ભવ્યતાને બદલે એના મધુર સૌન્દર્ય ઉપર, તેમ જ એવી અયતાને બદલે એના પ્રત્યક્ષ પ્રેમ ઉપર, હૃદય સ્થાપી એની સાથે પ્રેમ જોડ એ છે. પ્રથમ પક્ષ એક પ્રકારના જ્ઞાનમાર્ગને અને બીજો ભક્તિમાર્ગને છે. આ ઉભય અંશને વિરોધ ટાળી ઉભયને હૃદયમાં અવકાશ આપવો એ પરમાત્મ–અભિમુખ હૃદયની ઉચ્ચમાં ઉચ્ચ,-લગભગ અપ્રાપ્ય જેવી–સ્થિતિ છે; અને આ બે અંશમાંથી એકને પ્રાધાન્ય મળી જવું એ મનુષ્યહૃદયનું સ્વાભાવિક વલણ છે. પરંતુ આ બંને અંશ સ્વીકાર્યા છતાં દરેકમાં મન્દ રહેવું તે કરતાં તે આ બેમાંથી ગમે તે એક માર્ગે બરાબર ચઢી જવાથી પરમાત્માના સ્વરૂપનો વધારે સારે અનુભવ થઈ આવે છે. આવે, એકદેશી પણ અત્યંત તીવ્ર અને ઉત્કટ સાધનના પરિશીલનથી ઉત્પન્ન થએલ, એક અનુભવ નીચેના પદ્યમાં છે, જેને અમે “ આત્મનિવેદન” એવું નામ આપીશું – (કમત-fણો). ૪ ૩૪ તો જોરા રામ , સૂવા જ ( 2 ) કમ. . . ૨ . ર૨. X H771ac: Lord, if I have only Thee, there is none 195 heaven or earth that I desire beside Thee. Mfy flesh and my heart failth; but the God is the strength of 118 heart, and many portion for ever." Psalms
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy