SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દિવ્યપ્રભાત એમ તે નહિ જ કહી શકાય કે વ્યાવહારિક અને પારમાર્થિક એવો ભેદ જ ખે છે, કેમકે એવો ભેદ ન હોય તે કોઈ પણ વિષયનું શાસ્ત્ર જ સંભવે નહિ. જેવાં ખગળ આદિ વિષયનાં શાસ્ત્રો છે, એવું જ બ્રહ્મજ્ઞાનનું શાસ્ત્ર છે. અને જેમ ખગોળવિદ્યા પૃથ્વીનું સ્થિર હોવું ભ્રમાત્મક છે એમ સિદ્ધ કરે છે, તેમ બ્રહ્મવિદ્યા જગતને જગતરૂપે ભ્રમાત્મક છે એમ ઠરાવે છે. પછી અનુભવવિધને–એટલે લૈકિક અનુભવવિધને–અવકાશ ક્યાં રહ્યો ? લૌકિક અનુભવવિધથી ભડકનારને તે એટલે જ ઉત્તર છે કે “No one has any genuine gift for philosophy who has never doubted the reality of material things." (૨) માયાવાદ સંબંધે એક બીજી બ્રાતિ પ્રચલિત છે. જગતને અસત્ય, “અપ્રતિષ' કહેવું એ વેદાન્તને માયાવાદ છે એવી ભૂલ ઘણું મિથ્થા વેદાન્તીઓ અને વેદાન્તના પ્રતિપક્ષીઓ કરે છે. પણ તે ખરું જોતાં શ્રીકૃષ્ણ કહે છે તેમ અનીશ્વર–વાદ છે. માયાવાદ જગતને અસત્ય કહીને અટકતો નથી, પણ બ્રહ્મ એ જ “સત્ય છે, જગતની પ્રતિષ્ઠા” બ્રહ્મમાં છે એમ અધિક પ્રતિપાદન કરે છે, અને આ ભેદ છેડો નથી. જગતને નિષેધ અનુભવાતાં ઈશ્વરને મહિમા ઓછો થતો નથી. પણ તેને બદલે એ વધારે એશ્વર્યવાળા અને અપક્ષ થાય છે—જેનું એક અદ્વિતીય ચિત્ર ગુજરાતી ભાષામાં આલેખાયું છે.* (ગીતિ) જે ' સહસા આ ફાટયું અપૂર્વને ભવ્ય શાન્ત તેજતણું, તદપિ નયન ઝંખવતું બ્રહ્માંડ જવલંત, જે દૂર ઘણું. (ઉપજાતિ-વસંતતિલકા) અને અહિંથી કંઈ ભાનુ કેટિ ઝંખાવી દેતે જ પ્રચંડ તિ + “મરચતિવું તે બહાદુરીશ્વર – भ० गी० * પ્રાતઃકાલીન સૂર્યસ્પર્શ થતાં જેમ મેનની મૂર્તિમાંથી કઈક અલૌકિક સંગીત નીકળતું, તેમ અદ્વૈતનું દર્શન થતાં “કવિહૃદય નામ વિણું” માંથી આ સંગીત નીકળ્યું છે. કવિ કવિ મટી જઇ ટીકામાં કાંઈક કહે છે, પણ તે વાંચવા આપણી ઈચ્છા નથી. તેમ આપણે કામ પણ કવિનું નથી, પણ “કવિહૃદયનું છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy