SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ યુધિષ્ઠિરનું અસત્યકથન ૧૮૩ એની પાર ઈશ્વરને જ મૂકે છે–અર્થાત આ જગતના વ્યવહારમાં મનુષ્ય જે લાલચે અનુભવે છે એ ઈશ્વરે જ સજેલી છે, એ લાલચેના વિષય ઈશ્વરે જ સજ્યાં છે, એટલું જ નહિ પણ એ વિષયો મનુષ્યના મને ઉપર અસર કરે એવું વિષયનું સ્વરૂપ અને મનુષ્યના મનનું બંધારણ ઘડયું છે એ પણ ઈશ્વરની જ કૃતિ છે—માટે જ મહાભારતકાર કહે છે કે શ્રીકૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને જયની લાલચ બતાવી. આમાં શ્રીકૃષ્ણને કાંઈ દેષ લાગતો હોય તો તે આ જગતમાં લાલચો ઉત્પન્ન કરીને તથા એ લાલચે મનુષ્યના મન ઉપર અસર કરે એવું એ લાલચેનું અને મનુષ્યના મનનું સ્વરૂપ ઘડીને પ્રભુએ પિતાને માથે જે દેષ વહે છે તે જ છે. વસ્તુતઃ સિદ્ધાન્તમાં, આ સદોષ જગત રચીને પણ પરમાત્મા નિર્દોષ જ રહે છે–આ પ્રપંચના ચાલક હેઈને પણ કૃષ્ણ યથાર્થ કહી શકે છે કે “નોપૂર્વ મચા મિથ્યા safજ વાવન."* ૫ વ્યાસજી, ઉપર પ્રમાણે કર્તવ્યની મુશ્કેલી, લાલચનું સ્વરૂપ, તથા એમાં પરમાત્માની અદ્ભુત રચના બતાવીને અટકયા નથી. એમ કર્યું હોત તે આપણને એમને અસત્યને ઉત્તેજન આપનાર તરીકે નિન્દવાનું કારણ રહેત. પણ એમણે તે આ અસત્યના પ્રસંગની વિકટતા બતાવવાની સાથે એ અસત્યને બિલકુલ બચાવ કર્યો નથી; બલકે એ અસત્ય બોલ્યાનું શું પરિણામ આવ્યું એ એક લીટીમાં પણ બહુ સચોટ નાપસંદગીથી જણાવી દીધું છે તે એ કે યુધિષ્ઠિરને તે જ ક્ષણે પ્રભાવ નષ્ટ થઈ ગયો–એમનો રથ જે અત્યાર સુધી જમીનથી ચાર આંગળ ઉચે ચાલતા હતા તે જમીનને અડો' આટલું જ નહિ પણ આ વાત ખાસ સ્મરણમાં રાખી મહાભારતકાર અસત્યની નિન્દાને એમના ગ્રન્થમાં ફરી એક પ્રસંગ રચે છે. સ્વરેહણુ પર્વમાં યુધિષ્ઠિરને કવિ નરકમાં ફેરવે છે–અને નરકમાં ભાઈઓને જોઈને એને દુઃખ થાય છે, ત્યારબાદ એ બધે નરકનો દેખાવ સ્વમવત ઊડી જાય છે એના કારણમાં ઈન્દ્ર યુધિકિરને કહે છે– * ઉત્તરાના બાલકને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રથી બાળી નાખે ત્યારે એ બાળકને ખોળામાં લઈ ઉત્તરા વિલાપ કરવા લાગી અને એને જીવતે કરવા કૃષ્ણને પ્રાર્થના કરી ત્યારે “સીગ્ન વિગુત્તારમાં સર્વ વિવાર જનતા નોપૂર્વ મયા મિશar std જાવન” એમ ભારતકાર કહે છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy