SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ યુધિષ્ઠિરનું અસત્યકથન જ્ઞાન હતું, અને તેથી ખરા કવિને શોભે તેમ એ સત્યને પૂર્ણ સ્વરૂપમાં દર્શાવવા એમણે યત્ન કર્યો છે. જગતનાં સો સાદાં નથી ઘણાં ગૂંચવણભરેલાં છે, એ ગૂંચે ઊકેલવાનું કામ કવિનું નથી, પણ એના ઉપર પ્રકાશ નાખી એનું સ્વરૂપ જેવું હોય તેવું વાચક આગળ મૂકવાનું કામ તે એનું છે જ. તદનુસાર આ મહાકવિએ યુધિષ્ઠિરના આ વિકટ પ્રસંગની કથામાં કેવાં ગૂઢ સત્ય પ્રકટ કર્યો છે તે જુવોઃ ૧ એક તે એ વાત પ્રગટ કરી છે કે કર્તવ્યના નિર્ણય સહેલા નથીઃ કર્તવ્યની પસંદગી હમેશાં સારા અને ખોટા વચ્ચે જ કરવાની હતી નથી, કેટલીક વાર સગુણ વચ્ચે પણ વિરોધ આવી પડે છે. એક તરફ સત્ય બેલવાની ફરજ છે–ઉઘાડી ફરજ છે; બીજી તરફ એવી જ ઉધાડી ફરજ પિતાને વિશ્વાસથી વળગેલા અસંખ્ય બધુઓ-સ્વજને અને અકારણ મિત્રો–ના જીવ બચાવવાની છે. આ બે પરસ્પરવિરોધી ફરજો વચ્ચે નિર્ણય સહેલો નથી; બલકે એમ પણ કહી શકાય કે યુધિષ્ઠિરે પિતાની સેનાને સંહાર થવા દઈ પિતાનું સત્ય સાચવ્યું હોત તો એમાં “selfishness of virtue અથવા તે “spiritual pride' જ પ્રકટ થાત. (આ ધર્મ સંકટમાંથી કતવ્યધર્મને નિર્ણય કઈ સહેલો માનતું હોય તો તેને “Paulsen's system of Ethics” માં Veracity(સત્ય)ઉપરનું પ્રકરણ વાંચવા મારી વિનંતિ છે.) ૨ હવે નીતિના આચરણની વ્યાસજીએ ધ્યાનમાં રાખેલી એક ઝીણું Psychology (માનસ સ્વરૂપ) લક્ષમાં લ્યો. કેટલાંક કર્તવ્યોનું અનુષ્ઠાન લગભગ બુદ્ધિના નિશ્ચયમાંથી જ નીકળે છે; બીજા કર્તવ્યના અનુષ્ઠાનમાં બુદ્ધિના નિશ્ચયને હૃદયની લાગણું (Emotion) ગતિ આપે છે. આ બે જાતનાં કર્તવ્ય વચ્ચે જ્યારે વિરોધ ઉત્પન્ન થાય છે ત્યારે ઘણું કરી જે કર્તવ્યને અનુષ્ઠાનમાં હદયની લાગણું મદદે હોય છે તેને જય થાય છે–કારણ કે એનું અનુષ્ઠાન સરળ બને છે. આથી જ્યારે યુધિષ્ઠિરની એક તરફ સત્યનું કર્તવ્ય હતું અને બીજી તરફ સ્વજનને ઉગારવાનું કર્તવ્ય હતું તે વખતે સત્યનું કર્તવ્ય કેરૂ પડતું હતું, અને સ્વજને પ્રત્યે પ્રેમ અને દયાની લાગણું બીજા કર્તવ્યને આ બનાવતી હતી–અને તેથી આ બીજા કર્તવ્યને જય પામવાની અનુકૂળતા મળી. ૩ આ પ્રસંગે હદયની ઉ –પ્રેમ અને દયાની–લાગણી જ કામ કરતી હોય છે એમ ન સમજવું. એ ઉચ્ચ લાગણી સાથે વિજયની સ્વાથ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy