SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ એક હરકીર્તન ૧૭૫ કાળે તેની પડી કાયા રે, ઓ જીવ જેને, છે જેને છાયા થતી, રૂડી જેની હતી રતી; ક્યાં ગયા કરોડપતિ રે, ઓ જીવ જેને. જરી જે આજારી થતા, હાજર હકીમ હતા; તેના તે ન લાગે પતા રે, ઓ જીવ જેને. નેક નામદાર નામે, ઠર્યાં જઈ સ્મશાન ઠામે; દીઠા દલપતરામે રે, ઓ જીવ જેને.” આ વૈરાગ્યને ઉપદેશ એ રા. નરસિંહરાવના કીર્તનમાં એક હે દેષ હતું એમ એક અવલોકનકારે “The Oriental Review નામના પત્રમાં જાહેર કર્યું છે. એ અવલોકનકાર પૂછે છે કે શું મરણ કરતાં જન્મ ઓછા મહત્વને બનાવે છે કે ધર્મોપદેષ્ટાઓ જન્મનો આનન્દ વીસરી જઈ મરણનાં દુઃખ જ ગાયાં કરે છે? અને જગતના સઘળા ધર્મોમાં મૃત્યુ વિષે બહુ કહેવામાં આવે છે એ માટે એ ખેદ દર્શાવે છે. પણ હું પૂછું છું કે ધર્મને ઉદ્દેશ જે બીજી દુનીઆ તરફ મનુષ્યનાં નેત્ર ઊઘાડવાને હાયઆ જીવનને પણ અનન્ત જીવનના એક ભાગ તરીકે જ પવિત્ર ઠરાવવાને હેય–તે જે જે બનાવથી એ બીજી દુનીઆનું—એ અનન્ત જીવનનું ભાન વધારે ઉત્કટ થાય તે તે બનાવ ઉપર ધર્મોપદેશમાં વિશેષ લક્ષ અપાય એ સ્વાભાવિક નથી? આવા બનાવો કયા કયા છે એ વિશે Prof. James “Varieties of Religious Experience” જેવાથી, અને એમાં મૃત્યુનો બનાવ માણસના મન ઉપર કેવી અસર કરવા સમર્થ છે એ વિષેની વિગત વાંચવાથી–એ બનાવને ધર્મોપદેશમાં આટલે બધે મહિમા કેમ છે એ સમજાશે. મૃત્યુ એ બધા જીવનમાંથી પર જીવનમાં જવાનું દ્વાર છે; અને એ દ્વાર તરફ નજર થાય છે ત્યારે પરજીવનનું ભાન થાય છે. તેથી જ પ્લેટએ તત્વજ્ઞાનને મૃત્યુ ઉપરનું નિદિધ્યાસન કહ્યું છે, અને આપણાં ઉપનિષદમાં નચિકેતાએ પણતત્ત્વજ્ઞાન મૃત્યુદેવયમ–પાસેથી મેળવ્યાની આખ્યાયિકા છે. આ પ્રમાણે વૈરાગ્યને ઉપદેશ કરવામાં રા. નરસિંહરાવને ઉદ્દેશ શ્રોતાજન ઉપર શેકની છાયા પ્રસારવાનો નહોતે. મૃત્યુના ભાનથી જીવનની ગંભીરતા પ્રકટ કરી, તુરત એમણે– “ભરવાં સેહલાં રે, સંત સુખે જગતથી જાશે.” એમ બતાવી, મરણમાંથી શોકની છાયા ઊડાવી દીધી–અને મૃત્યુને ખરા અર્થ સમજાતાં જ જીવન અનન્ત થઈ ગયું, એટલે જ્ઞાનીની દૃષ્ટિએ તે
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy