SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ 'જડવાદ ' અને ચૈતન્યવાદ ૨૦ જડવાદ અને ચૈતન્યવાદ ' * Our little systems have their day; They have their day and cease to be: They are but broken lights of thee, And thou, O Lord, art more than they.’ " Temmyson. 6 • આજથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કેટલેાક વખત ઇંગ્લંડમાં જડવાદનું પ્રબળ સામ્રાજ્ય હતું—અને સામ્રાજ્યની પ્રખળતાનાં મુખ્ય બે ત્રણ કારણેા હતાં: (૧) તે સમયમાં સાયન્સથી કરવામાં આવેલું જડવાદનું અપૂર્વે સમર્થન; (૨) તે વખતના જડવાદીઓની ઉત્તમ નીતિ; અને (૩) મનુષ્યના ઐહિક કલ્યાણ ઉપર સમગ્ર લક્ષ આપી, પરાપકાર કરવાના અને લાકહિત સિદ્ધ કરવાને જડવાદીઓના અત્યન્ત આગ્રહ. પછી, જેમ જેમ જડવાદની નવીન ચમત્કારી ઝલક ધટતી ગઈ અને આર્ભના ઉત્સાહ મન્દ થતા ગયા, તેમ તેમ સમજાતું આવ્યું કૅ—ઉત્તમ નીતિ માત્ર જડવાદીઓમાં જ હોય છે એમ કાંઈ નથીઃ ગ્લેંડ્સન જેવા ધર્માંગ્રહી પુરુષાની નીતિ એંડલા કરતાં બિલકુલ ઊતરતી જણાતી નથી, તેમ જ પ્રાચીન સમયમાં પણ જીસસ આ નઝરેથ' અને ફ્રાન્સિસ ઑફ એસિસિ' જેવા ધાર્મિક આત્માઓએ જે નીતિ અને પરાપકારનું ખળ દાખવ્યું હતું એની સાથે સરખાવતાં હાલના જડવાદીઓની નીતિ કશા જ હિંસામમાં નથી અને લેાકહિત માટે ઉત્સાહ એ પણ શું વસ્તુતઃ “ધાર્મિક ” ઉત્સાહ જ નથી ? જડવાદ લોકના ઐહિક સુખ ઉપર સમગ્ર લક્ષ આપી, લેાકેાપકાર અને લેાકહિત સાધવા તરફ આગ્રહ રાખે છે એ ખરું—પણ વ્યક્તિના પેાતાના જ સુખથી ન અટકતાં આખી જનતાના અને તે પણ ભવિષ્ય સુદ્ધાંના ( વ્યક્તિ કરતાં વધારે વિશાલ વસ્તુના, અને વ્યક્તિના પોતાના મરણ પછીના ) સુખને લક્ષ્ય કરવામાં જડવાદને ત્યાગ નથી થતા? હવે જોવાનું એટલું જ રહે છે કે સાયન્સ જે એ સમયમાં જડવાદનું સમર્થન કરતું હતું તે અદ્યાપિ એનું જ સમર્થન કરે છે કે ચૈતન્યવાદ તરફ વિશેષ વળે છે ? ઉપર જણાવ્યું તેમ, ત્રીસ ચાળીસ યા પચાસ વર્ષ અગાઉ કેટલેાક વખત તો, ‘વાલ્યુશન ' વગેરે શેાધાએ જડવાદને હંમેશ માટે સ્થાપિત . "
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy