SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ - પદર્શન થઈ શકતું નથી ! મનુષ્યની અધમતાની પરાકાષ્ટા! આ સંકટમાંથી ઉદ્ધરવાને અને જગતને ઉદ્ધારવાને–પ્રકૃતિપુરુષ વચ્ચે, માત્ર શબ્દમાં કે મગજમાં જ નહિ, પણ વસ્તુતઃ અનુભવમાં વિવેક કરી શકવાને માર્ગ ગદર્શનમાં શેધા. ચિત્તવૃત્તિની ઉચશૃંખલ ગતિ એ આ અવિવેકનું મૂલ છે, અને તેથી ચિત્તવૃત્તિને નિરોધ કરવો, એટલે આત્માનું પ્રકૃતિથી વિવિક્ત સ્વરૂપ એની મેળે પ્રકાશશે, અને આત્મા એના પરમ તાવિક સ્વરૂપ સાથે, અથત પરમાત્મા સાથે, એની મેળે યોજાશે, જેડાશે–આ યોગશાસ્ત્રને મુખ્ય સિદ્ધાન્ત. ચિત્તવૃત્તિનો વિરોધ કરવો એટલું કહીને યોગશાસ્ત્ર જોશી રહ્યું નહિ. પણ એ નિરોધ શી રીતે કરે એની રીતે પણ બતાવી. સાંખ્યશાસે બાહ્ય અને આન્તર ઉભયવિધ પ્રકૃતિના પરિણામક્રમને એકઠા વિચાર કર્યો હતે. યોગશાસે આન્સર પ્રકૃતિનું સવિશેષ અવલોકન કર્યું. માત્ર પરિણમક્રમને જ નિર્ણય કર્યો એમ નહિ, પણ તે સાથે રાગદ્વેષાદિ અનેક પ્રલોભને અને એના પ્રતીકારે–સાત્ત્વિક, રાજસ અને તામસ ભાવનું સૂક્ષમ નિરૂપણ કર્યું અને એના જયની યુક્તિપ્રયુક્તિઓ બતાવી. સાંખે સઘળો આધાર આત્માના પિતાના બળ ઉપર રાખ્યો હતો, તેને બદલે યેગે ઈશ્વરના અનુગ્રહની મદદ પણ લીધી, અને ઈશ્વરપ્રણિધાનને પણ એક સાધન માન્યું. આ સાંખ્ય અને યેગના માર્ગ અત્યન્ત સૂક્ષ્મ છે. એને લાભ સર્વ કેઈ લઈ શકે એ બનવાજોગ નથી. એ માર્ગ આચરવા માટે સૂક્ષ્મ વિચારશક્તિ તેમ જ અસાધારણ ઈચ્છાબળ અને દઢ સદાગ્રહની જરૂર છે. એ દરેક જણમાં શી રીતે હોઈ શકે? આ કારણથી, સાંખ્યદર્શન કરતાં પણ પૂર્વકાલીન બ્રાહ્મણગ્રન્થના સમયથી એક બીજો માર્ગ ચાલ્યો આવતો હતું, જેને પ્રચાર સામાન્ય જનમાં સાંખ્ય અને યોગથી અટકાવી શકાય નહિ. બ્રાહ્મણગ્રન્થમાં દેવયજનના અસંખ્ય વિધિઓ બતાવ્યા હતા–એમાં પણ શ્રદ્ધા ભક્તિ વગેરે પ્રબળ હદયભાવની અપેક્ષા હતી, પણ એ ભાવે કાંઈ આંખે જોઈ શકાતા નથી, એટલે એ કદાચ ન હોય તો પણ એની ખોટ નજરે ચઢતી નથી–માત્ર બહારનો આચાર જોઈએ. અને એ આચાર કર બહુ મુશ્કિલ નહોતઃ મુશ્કિલ હોય તે પણ હોતા અધ્વર્યું વગેરે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણે પુષ્કળ હતા, અને એમને દ્રવ્ય આપીને એમની મદદ લેવામાં અડચણ નહોતી. બ્રાહ્મણગ્રન્થમાં વીખરાએલા વિધિઓ “ કલ્પસૂત્રોમાં ગોઠવાયા, અને ઉકત અનુક્ત અને પરસ્પરવિરુદ્ધ–ઉક્ત વિધિઓ સમજવા માટે વાક્યના અર્થ કરવાના નિયમ ઘડાયાઃ આ સર્વ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy