SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૧૧૩ (૧) પાપપુણ્યાદિ વ્યવસ્થા માયાવાદ-અદ્વૈતસિદ્ધાન્ત-સ્વીકારતાં નિરાધાર થઈ જાય છે એમ કહેવાય છે; અને એ કહેવામાં સ્થૂલદષ્ટિએ જોતાં કાંઈક સત્ય પણ ભાસે છે ખરું. દ્વૈત વિના વ્યવહાર અસંગત છે એ વાત યુક્તિસિદ્ધ મનાય છે એટલું જ નહિ, પણ વેદાન્તગ્રન્થામાંથી આ વિચારને પુષ્ટિ આપનારાં કેટલાંક વાયા-વાયાભાસા-ટાંકવામાં આવે તા એમાં આશ્ચર્ય નથી. પણ વાસ્તવિક રીતે જોતાં તે આ કલ્પના વેદાન્તસિદ્ધાન્તને અપૂર્ણ વિલેાકવાથી જ ઉત્પન્ન થાય છે, અને આ ભૂલ વેટ્ટાન્તના 'પ્રતિપક્ષીઓ તરથી જ કરવામાં આવે છે એમ નથી, પણ વેદાન્તીઓમાંના પણ ઘણા-મિથ્યાવેદાન્તીઓ આવી ભ્રાન્તિમાં પડે છે. માયાવાદ હવે સહજ ઊંડા ઉતરી વિચારતાં જણાશે કે મનુષ્યષ્યક્તિઓની બ્રહ્મમાં એકતા ન હેાય તે એમને પરસ્પર વ્યવહાર જ ન ધટી શકે. મનુષ્યે પરસ્પર વાત કરી તથા સમજી શકે છે, પરસ્પર પેાતાના વિચાર બતાવી ગ્રહણ કરી તથા સરખાવી શકે છે, અને પરસ્પર કર્તવ્ય કરી આત્મતૃપ્તિ મેળવે છે— એ સર્વેથી એટલું સૂચિત થાય છે કે મનુષ્યમાત્રમાં કાઈ એક એવું એકતાનું તત્ત્વ છે, કે જેને અવલખીને પૂકિત સર્વે વ્યવહાર સંભવી શકે છે. પ્રત્યેક વ્યક્તિ સ્વમાં પરિસમાપ્ત હૈાય તે તેનાથી ભિન્ન ખીજી વ્યક્તિ વિષે કશી વાત જ સંભવે નહિ, અને પ્રતિવ્યક્તિનું જ્ઞાન માત્ર અવસ્થાવિશેષ જ રહે, અને યથાર્થ જ્ઞાન—સત્યદૃષ્ટિ-એવા પદાર્થ જ ખતી શકે નહિ. અને એ જ રીતે સવૃત્તિ પણ પ્રતિવ્યક્તિ ભિન્ન ઠરવા જાય, અને સદ્ઘત્તિનું સર્વસામાન્ય નીતિધારણ ઘડી શકાય જ નહિ. વ્યક્તિરૂપ સ્વના કરતાં મનુષ્યની અધિકતા છે અને એ અધિકતામાં સર્વેની એકતા છે. આ એકતારૂપ અધિકતાને અથવા ઉલટાવીને કહીએ તે અધિકતા રૂપ એકતાને વ્યવહારના આચારમાં અનુભવવી એનું નામ જ નીતિ છે. આ એકતાનું ખીજ સર્વ ધર્મમાં માન્ય છે. કેટલાક ધર્મવેત્તા મનુષ્યાને શ્વરનાં ખાલકા કહે છે, કેટલાક એમને ઈશ્વરના અંશરૂપ ગણે છે, અને કેટલાક એમને શ્વરથી અભિન્ન માને છે. પણ સર્વ એટલું તે સ્વીકારે છે જ કે મનુષ્યની કર્તવ્યરૂપ નીતિવ્યવસ્થા એના શ્વિર સાથેના સંબંધમાંથી જ ઉદ્ભવે છે. જેમ એક તરફ ક્રિક્ષ્યનિટિ નીતિતત્ત્વભૂત મનુષ્યપ્રેમ (ભ્રાતૃભાવ)ને ઈશ્વરપ્રેમ ( પિતૃભક્તિ ) માંથી ઉપજાવી લે છે, તેમ * “And this commandment have we from Him, That he who loveth God love his brother also" "This is the love of God that we keep his commandments" ૧૫
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy