SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કાગ લાગતું નથી. દેશનું અજ્ઞાન, એનું દારિદ્રશ્ય, એને કુસંપ–આદિ, પ્રતિબન્ધકેને ઢગ જોઈ તેઓનાં ગાત્ર શિથિલ થઈ જાય છે, અને તેમાં પણ જ્યારે પશ્ચિમના દેશો સાથે પોતાના દેશને સરખાવે છે ત્યારે તે એ બે વચ્ચેનું અંતર જોઈ, એક પગલું ભરવાની તેઓમાં હામ રહેતી નથી. વળી, દેશમાં કઈ કઈ સ્થળે અનિષ્ટ પ્રવૃત્તિઓ થતી જોઈ એના ભવિષ્ય માટે ચિન્તા કરનારે વર્ગ પણ છે, પણ ચિન્તા એ રોગને પ્રતીકાર નથી એ એ ક્યાં વિચારે છે? વળી એક વર્ગ એ પણ છે કે જે કાર્યકાર્યના સંશયમાં જ ડૂખ્યો રહે છે–દાખલા તરીકે, સંસારસુધારાના પ્રશ્નમાં–જ્ઞાતિબંધારણને લાભ લઈ સ્ત્રી કેળવણું વગેરે તે તે સુધારા કરવા, કે ભલે એ સુધારા મેડા થાય પણ પ્રથમ તે જ્ઞાતિને જ નાશ કરવો? એક રીતે કરતાં જ્ઞાતિબન્ધને દઢ થાય; બીજી રીતે કરતાં, સુધારે થતું નથી. બીજો દાખલો લઈએ-શાળામાં જુદા જુદા ધર્મનું શિક્ષણ આપવા જતાં ધર્માન્યપણું વધે છે; ન આપવાથી ધર્મશન્યતા થાય છે. આ પરસ્પરવિરોધી દલીલે વચ્ચે કર્તવ્યમૂઢ થઈ ઉભો રહેનારે એક વર્ગ છે. આ સર્વ દેશને પ્રતીકાર એના વિરોધી ગુણમાં રહેલો છે; આળસ ખંખેરી ઉદ્યમ કરે–કામ કર્યાને આનન્દ જુદો જ છે, જેના સ્વાદનું આળસુ માણસને ભાન જ નથી. વિષાદ ત્યજી ઉત્સાહી બને–સ્વદેશનો ઉદ્ધાર કદી પણ અશક્ય નથી. ઉત્સાહથી જાપાને ટુંક સમયમાં કેટલું સાધ્યું છે એ તમે જાણે છે જ. જર્મની આજથી ત્રીસ ચાળીસ વર્ષ ઉપર, દરીયાઈ યુદ્ધમાં કામ લાગે એવી એક પણ નૌકા બાંધી શકતું નહતું આજ ઈગ્લાંડને એ કામમાં જર્મનીની હરીફાઈ કરવી પણ મુશ્કેલ થઈ પડી છે. આપણે ભૂતકાળમાં જગતને વ્યવહાર અને પરમાર્થ ઉભયમાં ઉપયોગી થતું પુષ્કળ જ્ઞાન આપ્યું છે તે ભવિષ્યમાં એ જ મહત્વ ફરી કેમ નહિ પ્રાપ્ત કરી શકીએ ? કદાચ કોઈને આ આશા મિથ્યા લાગતી હશે. પણ વર્તમાનમાં દૃષ્ટિ ધી રાખીને પોતાની શક્તિના સ્વરૂપને ખ્યાલ બાંધ એ બહુ જ ભ્રમજનક વિચારપદ્ધતિ છે; ભૂત અને ભવિષ્ય ઉભય પરત્વે એ બેટી છે. સર વિલ્યમ જોન્સનને સંસ્કૃતમાં નાટકે છે એમ કહેવામાં આવ્યું ત્યારે એ માની પણ શકયો ન હતો કે એ નાટકે શેક્સપિયરનાં નાટક જેવી રચનાનાં હશે; અને માત્ર ભવાઈને જ પરિચય ધરાવનાર બે ત્રણ પેઢી ઉપરના આપણા પૂર્વજોને કાલિદાસ કે ભવભૂતિને કશે જ ખ્યાલ ન હતું. તે જ પ્રમાણે ૧૮૫૬ના બળવા પહેલાંના લોકને વર્તમાન વિવિધ પ્રવૃત્તિઓ તમાં દષ્ટિ ધ તિ છે; ભૂત છે એમ કહેવામાં
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy