SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શ્રીમદભગવદ્ગીતા. Are welling, bubbling forth, unseen, incessantly ? " જ ' ' Why labour at the dull mechanic oar, When the fresh breeze is blowing, And the strong current flowing, Right onword to the eternal shore ?" અને તેથી જ શ્રીમદ્ભાગવત પણ કહે છે – येऽन्येऽरविन्दाक्ष विमुक्तमानिनस्त्वय्यस्तभावादविशुद्धबुद्धयः। आरुह्य कृच्छ्रेण परं पदं ततः पतन्त्यधोऽनादृतयुष्मदंघ्रयः॥ * અને તેથી જ શ્રીકૃષ્ણભગવાન અત્રે ઉપદેશ છે કે – "सर्वधर्मान् परित्यज मामेकं शरणं व्रज" (૩) કીલક (૩) આમ ભગવતપરાયણતામાં અપૂર્વ શક્તિ રહી છે ખરી. પણ ખરા ધાર્મિક આત્માને શંકા થાય છે કે-હું, પાપી હેઈ, પરમપદ કેમ પ્રાપ્ત કરી શકું? મહારા પાપી આત્માને એ દિવ્ય ધામમાં સ્થાન કેવું? આ શંકા સાચા હૃદયને સ્વાભાવિક છે. પણ પરમાત્માની દિવ્યશક્તિનું જ્યાં સુધી અપૂર્ણ ભાન છે ત્યાં સુધી જ એ શંકાને અવકાશ છે. ભગવપાના ભનેહર અને પવિત્ર ફુવારાની નીચે આવીને ઉભા રહેતાં જ, સર્વ પાપરૂપ મેલ ધોવાઈ જાય છે. અને સર્વ અજ્ઞાનજન્ય સત્તાપ શમી જાય છે. ન ધારશે, કે અર્જુન પાપી રહીને જ પરમપદ પ્રાપ્ત કરવાનો હતઃ પાપરહિત રહીને તો પરમપદને પહોંચાતું જ નથી. અત્રે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે ગમે તેટલાં પાપ કર્યો હોય તે પણ પાપમાં એવી શક્તિ નથી કે એ તમારા આત્માને હમેશ માટે બગાડી મૂકે ગમે તે ક્ષણે આત્માને એના શુદ્ધ સ્વસ્વરૂપમાં પ્રકાશાવી શકાય છે, અને એ પ્રકાશ પ્રકટ થતાં જ પાપ હતું જ નહિ એમ થઈ જાય છે માટે શ્રીકૃષ્ણભગવાન અન્યત્ર કહે છે કે ભાવાર્થ-હે અરવિન્દાક્ષ! -ભગવદ્ ! બીજા કેટલાકે જે પિતાને મુક્ત થઈ ગએલા માની બેસે છે, તેઓ તમારામાં ભાવરહિત હોવાથી એમની બુદ્ધિ મલિન જ રહે છે. આવા લોકે મહા મહેનતે ઊંચું પદ પ્રાપ્ત કરે છે, પણ પ્રાપ્ત કરીને પણ–તમારા ચરણને અનાદર કરેલ હોવાથી પાછા નીચે પડે છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy