SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર અને અભેદ એટલે જ કે સર્વ વસ્તુ પ્રકૃતિમાંથી નીકળેલી છે, અને પ્રકૃતિરૂપ જ છે. પરન્તુ ખરૂં જોતાં, આ ‘ સાયન્સ' વાદમાં તે તે ભેદ એક એકથી પૃથક્ -અસંબદ્ધ—જ રહે છે, અને એ સર્વને એક ઉચ્ચાવચ આરોહ-અવરાહના ક્રમ (gradation scale) માં ગાઠવવા માટે કાંઇ પણ તત્ત્વ, કાંઈ પણ ધારણ રહેતું નથી. ચાર દ્રવ્ય ચેારી જાય છે, અને દાતા દાન આપે છે, ત્યાં બંનેમાં પ્રકૃતિરૂપે જોતાં દ્રવ્યની ગતિ માત્ર જ થાય છે—એક સારૂં અને એક ખાટું એમ દર્શાવનાર ધારણ પ્રકૃતિમાંથી જ મળી આવતું નથી. એકથી જનમંડલને સુખ થાય છે, અને ખીજાથી દુઃખ થાય છે એમ કહીને પણું ખુલાસા કરી શકાતા નથી; કારણ કે, પ્રકૃતિમાં તે સુખ દુઃખ અંતે અમુક તરેહના ભાવા જ છે; એકની ઇષ્ટતા અને ખીજાની અનિષ્ટતા એ પ્રકૃતિથી પર ચેતન-આત્મારૂપી તત્ત્વને લઈને જ સિદ્ધ થાય છે. વળી સર્વ પ્રકૃતિરૂપ છે તેા મનુષ્ય ઊંચું શા માટે અને માછલું નીચુ શા માટે, પરાપકારી પુરુષ ઊંચા શા માટે અને ચાર નીચેા શા માટે—એ વાતના ખુલાસા થઈ શકતા નથી. જેમ સાદાઈ (simplicity ), એકતા (homogeneity) તેમ નિકૃષ્ટતા; અને જેમ ગૂત્રથી (complexity ), અનેકતા (heterogeneity) તેમ ઉત્કૃષ્ટતા; માછલાના શરીર મગજ અને જીવન કરતાં મનુષ્યનું શરીર મગજ અને જીવન, અને મનુષ્યમાં પણ જંગલી મનુષ્ય કરતાં સુધરેલા મનુષ્યનું શરીર મગજ અને જીવન વધારે અનેકતા અને ગૂંથણીનું ભરેલું હાય છે અને તેથી માછલા કરતાં મનુષ્ય ઊંચા અને જંગલી મનુષ્ય કરતાં સુધરેલા મનુષ્ય ઊંચા છે, એમ તે તરફથી ઉપરના પ્રશ્નના જવાખમાં કહેવામાં આવે છે. પણ આ ઉત્કૃષ્ટ-નિકૃષ્ટ (hige and low )પણાનું ધારણ ક્યાંથી આવ્યું, એ શી રીતે ફલિત થયું એ તે બિલકુલ અતાવી શકતા નથી. વસ્તુતઃ આ • અનેકતા’માં, આ ‘ ગૂંથણી ’માં, સ્વતઃ કાંઈ પણ ઉત્કૃષ્ટતા સમાએલી નથી, પણ એની સાથે ઉત્કૃષ્ટતાનું તત્ત્વ અન્ય સ્થાનમાંથી ઉતરી આવી જોડાએલુ છે. અને તેથી જ એ ઉત્કૃષ્ટતાનું ચિહન લેખાય છે પ્રકૃતિમાં જે ઉત્કૃષ્ટ-નિકૃષ્ટના ભેદ છે. એના ખુલાસા પ્રકૃતિથી ક્રમ થઈ શકે? પ્રકૃતિની પારના જ ( Super-natural ) કાઈક તત્ત્વમાંથી એ પ્રકૃતિમાં આવેલા હાવા જોઇએ-અર્થાત્ આ ઉત્કૃષ્ટતા તે પ્રકૃતિ થકી સિદ્દ નથી, પણ પ્રકૃતિની પારના તત્ત્વમાંથી ઉતરી આવી પ્રકૃતિમાં સિદ્ધ છે—પ્રકૃતિથી પર એવા બ્રહ્મરૂપી ચેતનની પ્રકૃતિમાં પડતી છાયા છે. જે જેટલું એ બ્રહ્મને જાણી બ્રહ્મભાવને પામેલું, બ્રહ્મભાવને અનુકૂલ થએલું તે તેટલુ ઉત્કૃષ્ટ; જે એનાથી 333 ૬૩
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy