SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ પચસંગ્રહ-પાચમું દ્વાર પ્રશ્નોત્તરી ૯૦મ આ ગુણશ્રેણિને સમાવેશ ચારિત્રમહાપશમક અને ચારિત્રમોહક્ષપક ગુણિમાં જ થાય. જે કે પંચમકર્મગ્રંથ ગા. ૮૨ ની ટીકામાં ઉપરોક્ત અને ગુણશ્રેણિઓ નવમા-દશમા ગુણસ્થાને કહેલ છે. છતાં ઉપલક્ષણથી આઠમા ગુણરથોને પણ હોઈ શકે એમ લાગે છે. . પ્ર. ૮૪ ઉપશાન્તાહ આદિ ત્રણ ગુણસ્થાને સાતા વેદનીયરૂપ માત્ર એક જ મૂળ અને ઉત્તરપ્રકૃતિને બંધ હોવાથી બધ્યમાન સર્વ કલિક સાતાને જ મળ-માટે સાતવેદનીયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉપશાતમાહથી સોશિ-ગુણસ્થાનક સુધી : : કહેવો જોઈએ છતાં દશમાં ગુણસ્થાને જ કેમ કહો ? તમારી વાત સાચી છે. પરંતુ અહિં સર્વત્ર સકષાયી જીવને થતા કર્મબંધનીજ વિવેક્ષા છે. તેથી ઉપશાન્તમાતાદિ ગુણસ્થાને કષાય ન હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ન બતાવતાં દશમા ગુણસ્થાને જ બતાવેલ છે. પ્ર. ૮૫ પુરુષવેદને બંધ-વિરછેદ થયા બાદ તેનું દ્વિતીય સ્થિતિમાં બે સમયજૂન બે આવલિકાકાળે બંધાયેલ દલિક જ સત્તામાં કેમ હોય? તેથી ઓછા કે વધારે કાળમાં બંધાયેલ કર્મલિક સત્તામાં કેમ ન હોય ? જે કર્મ જે વિવક્ષિત સમયે બંધાય છે તે વિવક્ષિત સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે. તે બંધાવલિકામાં કઈ પણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયથી જ તેને સંક્રમ શરૂ થાય છે. અને તે દલિકને અન્ય પ્રકૃતિમાં સંપૂર્ણ સંક્રમ થતાં ઓછામાં ઓછા એક આવલિકા કાળ લાગે, એટલે સંક્રમાવલિકાના હિચરમ સમય સુધી તે દલિક સ્વસ્વરૂપે વિદ્યમાન હોય છે. પરંતુ ચરમસમયે સ્વ-સ્વરૂપે રહેતું નથી. કેમકે તે સંપૂર્ણપણે અન્ય પ્રકૃતિમાં સંક્રમેલ છે. ધારે કે- અસત્કલ્પનાએ અનિવૃત્તિકરણ ગુણરથાનકના આઠમા સમયે પુરુષને બંધ-વિચ્છેદ થાય છે. અને એક આવલિકાના અસકલ્પનાએ ચાર સમય કપીએ તે અંધ-વિચ્છેદ રૂપ આઠમા સમયે બંધાયેલ કર્મલિકની ચાર સમય રૂપ બંધાવલિકા અગિયારમા સમજે વ્યતીત થાય. ત્યારપછીના બારમા સમયથી સંકેમ શરૂ થાય, ત્યાં બારથી પંદર સમય સુધીના ચાર સમય રૂપ સંક્રમાવલિકા હોય, તે સંક્રમાવલિકાના ઉપા ન્ય સમય સુધી એટલે કે-ચૌદમા સમય સુધી આઠમા સમયે બંધાયેલ દલિકની સ્વરૂપે સત્તા હેય. પરંતુ સંક્રમાવલિકાના ચરમસમયરૂપ પંદરમ સમયે સત્તા ન હોય, તેજ પ્રમાણે સાતમા સમયે બંધાયેલ દલિકની તેરમાં સમય સુધી, છ સમયે બંધાયેલ દલિકની બારમા સમય સુધી, એ જ રીતે પાંચમા સમયે બંધાયેલની અગિયારમા સમય સુધી. ચોથા સમયે બંધાયે૧૧૬
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy