SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ -અને ઉદલના દ્વારા ક્ષય ન કરે તે યાવત્ પ્રથમ ગુણરથાનક સુધી તે આહારક સપ્તક સત્તામાં હોય છે. શેષ જીવેને સત્તામાં હોતું નથી. કઈ જીવ તથા પ્રકારના સમ્યકત્વ નિમિત્તથી જિનનામાને બંધ કરી ઉપર જાય તે તેને ચૌદમા ગુણસ્થાનકના ચરમસમય સુધી અને જે પહેલે ગુણસ્થાને આવે તો ત્યાં પણ અન્તર્મુહૂર સુધી તેને જિનનામની સત્તા હોતી નથી તેમ જ જિનનામને અંધ ન કરેલ છવાને કઈપણ ગુણસ્થાને જિનનામની સત્તા હોતી નથી. જિનનામ અને આહારકસપ્તકની એકી સાથે સત્તા હોય એ જીવ મિથ્યાત્વે તથા નરકમાં જ નથી. અન્યતર વેદનીય, ઉચ્ચગેવ, મનુષ્યગતિ, વસત્રિક, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ તથા પંચેન્દ્રિય જાતિ. આ દશની અાગિના ચરમસમય સુધી, દેવદિક, મનુષ્યાનુપૂર્વી, ક્રિયસપ્તક, ઔદારિકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ વીશ, બે વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પ્રત્યેકત્રિક, અપર્યાપ્ત, અસ્થિરષ, સુસ્વર, નીચગોત્ર, અન્યતર વેદનીય આ છોતેર પ્રકતિઆની અાગિના કિચરમસમય સુધી સ્વરૂપે સત્તા હોય છે. પછી હોતી નથી. સ્થિતિસત્તા સ્થિતિસત્તાના વિષયમાં સારાદિ, સ્વામિત્વ અને સત્તાગત સ્થિતિસ્થાને એ -ત્રણ અનુયાગદ્વાર છે. ત્યાં મૂળ પ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક–એમ સાહ્યાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. આઠે મૂળકર્મની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અg&ણ સ્થિતિમત્તા સાદિ અને અધ્રુવ એમ બે બે પ્રકારે હેવાથી એક એક કર્મના નવ નવ ભંગ થતા હોવાથી સ્થિતિસત્તા આશ્રયી આઠે કર્મના કુલ બહેતેર (૭૨) ભાંગા થાય છે. તે આ પ્રમાણે કોઈપણ મૂળકર્મની પિતતાના ક્ષયના અંતે જ્યારે એક સમયની સત્તા રહે ત્યારે તે જઘન્ય સ્થિતિ સત્તા કહેવાય. તે એક જ સમય હોવાથી સાદિ-અધવ એમ બે પ્રકારે છે. જઘન્ય સત્તાના ઉપાજ્ય સમય સુધીની જે સત્તા તે સઘળી અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, ભને ભવિષ્યમાં ક્ષય થવાને રહેવાથી અધવ અને અભને કોઈપણ કાળે ક્ષય થવાને જ ન હોવાથી ધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને ઉત્કૃષ્ટ અને અનુશ્રુણ સ્થિતિસત્તા વારંવાર અનેકવાર થતી હોવાથી તે બને સાદિ-અઇવ એમ બે-બે પ્રકારે છે. અનંતાનુબધિ કષાયની અજઘન્ય સ્થિતિસરા સાદાદિ ચાર પ્રકારે અને શેષ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy