SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસગ્રહ ત્રણ તેમ જ ઓગણત્રીશ અને અઠ્ઠાવીશના ઉદયસ્થાનથી અગિ–ગુણસ્થાને અનુક્રમે નવ અને આઠના ઉદયે જાય ત્યારે નવ અને આઠના ઉદયરૂપ આ બે-એમ કુલ નવા અલ્પતરેદય છે અને ઋજુગતિથી ઉત્પન્ન થનાર સંસારી જીવને ૨૪-૨૫ ને અ૫તર આવી શકે છે. પણ ટીકામાં જણાવેલ નથી. સંસારી જીવોને આમાંના કેટલાક અલ્પત ઘટી શકે છે. પરંતુ બધા ઘટી શકતા નથી અને જે ઘટે છે તે આ નવમાં આવી જાય છે તેથી જુદા ગણાવેલ નથી. સર્વકર્મની ઉત્તરપ્રકૃતિનાં અગિયાર, બાર, વીશ, વીશ, ઓગણત્રીશથી ત્રીશ. સુધીનાં છ તથા ચુમ્માલીશથી ઓગણસાઠ પ્રકૃતિના ઉદય સુધીનાં સોલ એમ કુલ છવ્વીશ ઉદયસ્થાને છે. વસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેઢિક, એક વેદનીય, ઉચ્ચશેત્ર અને મનુષ્પાયુષ આ અગિયાર પ્રકૃતિને ઉદય ચૌદમે ગુણસ્થાનકે સામાન્ય કેવલીને અને જિનનામ સહિત બારને ઉદય તીર્થકર કેવલિને હોય છે. અહિં તેમ જ તેરમે ગુણસ્થાને તીર્થકરોને પ્રતિપક્ષી દરેક શુભ પ્રવૃતિઓનો જ ઉદય હોય છે એ ધ્યાનમાં રાખવું. આ અગિયાર અને બાર પ્રકૃતિમાં નામકર્મની ઇવેદથી બાર ઉમેરતાં કેવલિસમુદઘાતમાં કામણ કાયયોગે વત્તતાં અતીર્થકર તેમ જ તીર્થકર કેવલિને અનુક્રમે ઓગણત્રીશ અને ત્રીશ આ બે જ ઉદયસ્થાને હોય છે, તેમાં પરાઘાત, એક વિહાગતિ, ઉચ્છવાસ અને એક સ્વર આ ચાર ઉમેરવાથી સ્વભાવસ્થ તેઓને અનુક્રમે તેત્રીશ અને ચેત્રીશ આ બે ઉદયસ્થાને હોય છે. તેઓને જ રોગનિધિ સમયે સ્વર રાયે છતે અનુક્રમે બત્રીશ અને તેત્રીશ તથા ઉશ્વાસ રચે છતે એકત્રીશ અને બત્રીશ એમ ચાર ઉદયસ્થાને હોય છે. પરંતુ અહિં બત્રીશ અને તેત્રીશ બે વાર ગણાવેલ હોવાથી નવાં ઉદયસ્થાને બે જ એકત્રીશ અને બત્રીશ કહી શકાય. આ રીતે કેવલિ ભગવતેને સામાન્યથી દશ જ ઉદયસ્થાનો હોય છે. કેઇપણ અવિરતિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને વિગ્રહગતિમાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, વેદનીય એક, આયુષ્ય એક, ગોત્ર એક, અંતરાય પાંચ એમ છે કમની સત્તર, અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, એક યુગલ અને એક વેદ એમ મેહનીયની છે, તથા વિગ્રહગતિમાં ઘટતી નામકર્મની એકવીશ એમ કુલ ચુમ્માલીશ પ્રકૃતિનો જઘન્યથી ઉદય હોય છે. તેમાં ભય, જુગુપ્સા અને સમ્યફત્વ મેહનીય એ ત્રણમાંથી કોઈપણ એક ઉમેરતાં પીસ્તાલીશ, બે ઉમેરતાં છેતાલીશ અને ત્રણે ઉમેરતાં સુડતાલીશ પ્રકૃતિઓને ઉદય થાય છે. ઉત્પત્તિરથાને આવેલ અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ અથવા નારકને પૂર્વોક્ત • ઉત્પત્તિ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy