SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ટીકાનુ–અહિં “ આદિ પદને સંબંધ અનુક્રમે કરે. તે આ પ્રમાણે ક્ષીણમોહ ગુણસ્થાનકના ચિરમ-ઉપન્ય સમય પર્યત નિદ્રાદ્ધિક સત્તામાં હોય છે, ત્યારપછી તેની સત્તા હોતી નથી. તેથી મિથ્યાદષ્ટિથી આરંભી ક્ષીણમેહ સુધીના સઘળા જી નિદ્રાદ્ધિકની સત્તાના સ્વામિ સમજવા. આ પ્રમાણે જે ગુણસ્થાનક સુધી જે પ્રકૃતિઓની સત્તા કહેવામાં આવે તેઓની. સત્તાના સ્વામિ મિથ્યાષ્ટિથી આરંભી તે ગુણસ્થાનક સુધીના સઘળા છે સમજવા. એ પ્રમાણે ક્ષીણુમેહગુણસ્થાનકના ચરમસમય પર્યત જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણચતુષ્ક એ ચૌદ પ્રકૃતિઓની સત્તા હોય છે, અગાડી હતી નથી. ચારે આયુની પિતપોતાના ભવના અંતસમય પયત સત્તા હેય છે, આગળ હિતી નથી. ૧૩૩ तिसु मिच्छत् नियमा अटुसु ठाणेसु होइ भइयचं । . सासायणमि नियमा सम्मं भज्जं दससु संत ॥१२॥ त्रियु मिथ्यात्वं नियमादष्टम् स्थानेषु भवति भाज्यम् । सास्वादने नियमात् सम्यक्त्वं भाज्यं दशसु सत् ॥१३॥ અર્થ–પહેલા ત્રણ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ અવશય સત્તામાં હોય છે. ત્યારપછીના આઠ ગુણઠાણે ભજનાએ છે. સાસ્વાદને સમ્યકત્વ મોહનીય અવશ્ય સત્તામાં. હોય છે, દશ ગુણઠાણે ભજનાએ હોય છે. ટીકાનું મિથ્યાષ્ટિ, સાસ્વાદન અને મિશ્ર એ ત્રણ ગુણસ્થાનકેમાં મિથ્યાત્વમોહનીયની સત્તા અવશ્ય હોય છે અને ચતુર્થ ગુણસ્થાનકથી આરંભી ઉપશાનમેહગુણસ્થાનક પર્યત ભજનાઓ હોય છે, એટલે કે સત્તામાં હોય છે અને નથી પણ હતી. તે આ પ્રમાણે – અવિરતિ સમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાનકમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાજક્ત કરતા જેઓએ મિથ્યાત્વને ક્ષય કર્યો હોય છે તેઓને સત્તામાં રહેતી નથી અને ઉપશમાવેલી હોય તે એટલે કે ઉપશમ સમ્યક્ત્વીને સત્તામાં હોય છે. ક્ષીણમોહાદિ ગુણસ્થાનકમાં. મિથ્યાત્વની સત્તાને અવશ્ય અભાવ છે. સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીય અવશ્ય સત્તામાં હોય છે, કારણ કે સાસ્વાદને મોહનીયની અઠ્ઠાવીસે પ્રકૃતિઓની સત્તા હોય છે અને મિથ્યાષ્ટિથી આરંભી બીજા ગુણસ્થાનક વિના. ઉપશાંતમાહ સુધીના દશ ગુણસ્થાનકમાં ભજનાએ હોય છે. એટલે કે કઈ વખતે સત્તામાં હોય છે કઈ વખતે નથી હોતી. તે આ પ્રમાણે –
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy