SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંપ્રહ-પ્રથમદ્વાર નાવરણ કહેવાય છે. અહિં “અ એ અલ્પ અને વાચક છે. ૧ તથા અવિરતિ નિમિત્તક કર્મબંધને અને રાગદ્વેષજન્ય દુખને જાણવા છતા તેમજ વિરતિથી થતા સુખને ઈચ્છતા. છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે. ૨ પિતાના પાપકમને વિદતે જે જીવ અજીવનું સ્વરૂપ જાણ્યું છે, જેની શ્રદ્ધા અચલ છે, અને જેણે મેહને ચલિત કર્યો છે એ આ અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા હોય છે, ૩ આ અવિરતિ આત્માનું સમ્યગ્દષ્ટિ પાણુ પૂર્વે જેનું વર્ણન કર્યું છે તે અંતરકરણકાળમાં જેને સંભવ છે તે ઉપશમસમ્યકુવ, અથવા વિશુદ્ધ દર્શનમોહ-સમ્યકૃત્વમોહને ઉદય છતાં જેનો સંભવ છે તે ક્ષાપશમિકસમ્યફવ, અથવા દશમેહનીયને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ ક્ષાકિસમ્યક્ત્વ આ ત્રણ સમ્યકત્વમાંથી કેઈપણ સભ્યફવા છતાં હોય છે, એટલે કે આ ગુણઠાણે દરેક આત્માઓને આ ત્રણ સભ્યફવમાંથી કેઈપણ સમ્યકત્વ હેય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેચણ કરી શકે છે અને સંસાર તરફને તીવ્ર આસક્તિભાવ ઓછો થાય છે. પૂર્વના અશુભ કર્મના ઉદયથી કદાચ પાપક્રિયામાં પ્રવર્તે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હદયે પ્રવર્તે છે. અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલાસપૂર્ણ હદયે પ્રવર્તે છે. તેના ગુણેના વરૂપ ભેદને અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ. અહિં અનતગુણ વિશુદ્ધિ હોય છે, અને પાંચમા ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણ હીના વિશુદ્ધિ હોય છે. ૫. દેશવિરતિ ગુણસ્થાન જે સમ્યગૃષ્ટિ આત્મા સર્વવિરતિની ઈચ્છા છતાં પણ અત્યાર ખાનાવરણ કષાયના ઉદયથી હિંસાદિ પાપવાળી ક્રિયાને સર્વથા ત્યાગ કરી શકો. નથી, પરંતુ દેશથી-અંશતઃ ત્યાગ કરી શકે છે તે દેશવિરતિ કહેવાય છે. તેમાં કેઇ એક વ્રતવિષયક સ્થૂલથી સાવધોગનો ત્યાગ કરે છે, કોઈ બે ત્રત સંબંધી, થાવત કોઈ સર્વવત વિષયક અનુમતિ વજીને સાવધાગને ત્યાગ કરે છે. અહિં અનુમતિ ત્રણ પ્રકારે છે૧ પ્રતિસેવનાનુમતિ, ૨ પ્રતિશ્રવણનુમતિ, ૩ સંવાસાનુમતિ, તેમાં જે કોઈ પોતે કરેલા કે બીજાએ કરેલા પાપકાયને વખાણ તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા લેજનને ખાય ત્યારે તેને પ્રતિસેવનાનુમતિ દોષ લાગે છે. તથા પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવધ કાર્યને સાંભળે તેને સંમત થાય પણ તેને નિષેધ કરે ત્યારે પ્રતિશ્રવણનુમતિ દેષ લાગે છે. અને હિંસાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે પરંતુ તેના પાપ કાર્યને. સાંભળે નહિ વખાણે પણ નહિ ત્યારે તેને સંવાસાનુમતિ દેષ લાગે છે. તેમાં જે સવાસાકુમતિ સિવાય સર્વ પાપ વ્યાપારને ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે. અને સંવાસાનુમતિનો પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યતિ-સર્વથા પાપવ્યાપારથી વિમેલ સાધુ કહેવાય છે. કહ્યું છે કે “સમ્યગદર્શન સહિત પિતાની શક્તિના પ્રમાણમાં વિતિને ગ્રહણ કરતે એક વતથી માંડી છેવટે સંવાસાનુમતિ સિવાય સર્વ પાપવ્યાપારને ત્યાગી દેશવિરતિ, કહેવાય છે. ૧ તે દેશવિરતિ આત્મા પરિમિત વસ્તુને ઉપયોગ કર્તે, અપરિમિત અને વર્તાને ત્યાગ કરતે પાકને વિષે અપરિમિત અને સુખ પામે છે, ૨ આ દેશવિરતિ પણ અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષયપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિ,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy