SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પંચસહપ્રથમહાર મટી બીજી સ્થિતિ. અંતરકરણમાંના મિથ્યાત્વના પુદગલને પહેલી અને બીજી સ્થિતિમાં નાખી દૂર કરે છે અને તેટલી ભૂમિ તદ્દન શુદ્ધ કરે છે, એટલે કે અતિમુહૂર્તમાં ભોગવવા રોગ્ય મિથ્યાત્વમેહના દલિકેને દૂર કરે છે. હવે જ્યાં સુધી આત્મા પહેલી નાની સ્થિતિને અનુભવે છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ કહેવાય છે. તે નાની સ્થિતિ દૂર થઈ જાય ત્યારે અસરકરણમાં–શુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરે છે અને ત્યાં મિથ્યાત્વને રસ કે પ્રદેશ વડે ઉદય નહિ હોવાથી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત છે.છે. કહ્યું છે કે-જેમ દાવાનળ ઉપર ભૂમિ કે બળેલા લાકડાને પ્રાપ્ત કરી શાન્ત થાય છે, તેમ મિથ્યાત્વના ઉદયરૂપ દાવાનિ અત્તરકરશુરૂપ ઉમરભૂમિને પ્રાપ્ત કરી શાન્ત થાય છે અને આત્મા ઉપશમસમ્યકૃવ પ્રાપ્ત કરે છે.” ત્રણે કરણે કમ શાસ્ત્રમાં આ પ્રમાણે કહો છે-“ગ્રન્થિ પર્યત પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય છે, આ કારણે ગ્રન્થિને ભેદ થતું નથી. ગ્રથિ હોદતાં બીજું અપૂર્વકરણ હેય છે, આ કરણે ગ્રન્થિને ભેદ થાય છે. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ જેને નજીક છે એવા આત્માને ત્રીજું અનવૃત્તિકરણ થાય છે. અનિવૃત્તિકરણમાં અસરકરણ કરી પહેલી સ્થિતિ જોગવી લીધા બાદ ઉપશમસમ્યકવું પ્રાપ્ત કરે છે. પરમનિધિના લાભ સમાન તે ઉપશમસમ્યકત્વને જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ શેષ રહે ત્યારે મહાન ભયના ઉત્પન્ન થવા રૂપ અનંતાનુબંધિકષાયને ઉદય થાય છે. તેના ઉદયથી ઉપશમસમ્યકત્વથી પડી સારવાદન ગુણસ્થાનકે જાય છે. અથવા ઉપશમશેણીથી પડતા પણ કેટલાએક સારવાદને આવે છે. અતરકરણને એટલે કાળ શેષ હોય અને સાસ્વાદને આવે તેટલે કાળ ત્યાં રહી ત્યાર પછી મિથ્યાત્વમોહને ઉદય થવાથી અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. ૩. મિશ્રદષ્ટિ ગુણસ્થાન-ચુમ્યવ્યથાર્થ મિથ્યા-અયથાર્થ દષ્ટિ-શ્રદ્ધા છે જેને તે સમ્યગમિથ્યાષ્ટિ, તેના જ્ઞાનાદિ ગુણેના સ્વરૂપ વિશેષને સમ્યગૃમિથ્યાષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. , હમણાંજ કહેલ ત્રણ કરણદ્વારા પ્રાપ્ત થયેલ ઉપશમસમ્યફવરૂપ વિશિષ્ટ ઔષધિ સમાન આત્મપરિણામ વડે મદનકેદા સરખા મિથ્યાત્વાહનીય કમને શુદ્ધ કરી તેને ત્રણ વિભાગમાં વહેચી નાખે છે. ૧ શુદ્ધપુંજ, ૨ અર્ધવિશુદ્ધપુજ, ૩ અશુદ્ધપુંજ, મિથ્યાત્વાહનયના એક સ્થાનક અને મંદ બે સ્થાનક રસવાળા પુદગલેને સમ્યકત્વ મેહનીય કહે છે, તેના ઉદયથી જિનેશ્વરના વચનપર શ્રદ્ધા થાય છે, તે વખતે આત્મા શાપથમિકસમ્યકત્વી હોય છે. મધ્યમ બે સ્થાનક રસવાળા મિથ્યાત્વના પુદગલેને મિશ્રમેહનીય કહેવામાં આવે છે. તેના ઉદયથી જિનપ્રણીત તરવપર શ્રદ્ધા કે અશ્રદ્ધા હોતી નથી. અને તીવ્ર બે સ્થાનક ૧ કપ્રથકારના અભિપ્રાયે અનાદિ મિથ્યાષ્ટિ આ રીતે ઉપશમ સમ્યફવા પામે છે. પરંતુ સિદ્ધાન્તકારોના અભિપ્રાયે અનાદિ મિથાદષ્ટિ યથાપ્રવૃત્તકરણ કરી તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાય રૂપ અપૂર્વકરણ દ્વારા જ મિથ્યાત્વના ત્રણ પૂજા કરી ઉપશમ સમ્યફવા પામ્યા વિના જ પ્રથમથી શુદ્ધપુજને અનુભવ ક્ષયપશમ સમ્યક્ત્વ પામે છે. અને બૃહકલ્પભાષ્યકારાદિના અભિપ્રાયે તે અનાદિ મિશ્રાદષ્ટિ યથાપ્રવૃતાદિ ત્રણ કરણ કરી અસરકરણમાં ત્રણ પુંજ કર્યા વિના જ ઉપશમ સમ્યકત્વ પામે છે. તેમજ તે જીવને અર્ધવિશુદ્ધ અને શહjજ સત્તામાં ન હોવાથી અંતરકરણના અને મિથ્યાત્વને ઉદય થવાથી ફરીથી મિથ્યાત્વે જ જાય છે. જુઓ વિશેષાવશ્યક ગાથા ૫૭૦ની ટીકા.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy